- અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન, એક્સ-રે કરાતા પેટમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું.
- સર્જરી કરવામાં આવતાં પેટમાં વાળનાં ગુચ્છાની ગાંઠ મળી આવી.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
અમદાવાદ । ઘણી બાળકીઓ – યુવતીઓને વાળ ખાવાની અથવા તો ગળી જવાની ટેવ હોય છે. આવી જ ટેવ ધરાવતી મહેસાણાની 9 વર્ષિય બાળકી નેન્સી યાદવ છેલ્લાં એક વર્ષથી પેટના દુઃખાવાને કારણે રીબાઈ રહી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોને પ્રાથમિક તબક્કે પેટમાં ગાંઠ હોવાની જાણકારી મળી હતી. જોકે, સર્જરી કરવામાં આવતાં બાળકીના પેટમાંથી વાળનો ગુચ્છો મળી આવ્યો હતો. અને આખરે સારવાર બાદ નેન્સીને પીડામાંથી મુક્તિ પ્રાપ્ત થઈ છે. પેટમાં વાળનો ગુચ્છો બને એને તબીબી વિજ્ઞાન અનુસાર ટ્રાયકોબેઝોર કહેવામાં આવે છે.
મહેસાણા ખાતે રહેતાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સૂર્યકાન્ત યાદવની 9 વર્ષની દિકરી નેન્સીને છેલ્લાં એક વર્ષથી પેટમાં દુઃખાવો રહેતો હતો. પેટનો દુઃખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પિતા બાળખીને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જોકે, ખાનગી હોસ્પિટલના તબીબોએ સમસ્યા વધુ ગંભીર હોઈ નેન્સીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના તબીબોએ સી.ટી. સ્કેન, એક્સ-રે વગેરે રીપોર્ટ્સ કરાવતાં, પ્રાથમિક તબક્કે પેટમાં ગાંઠ હોવાનું જણાયું હતું. જેને પગલે બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ સર્જરી કરીને ગાંઠ દૂર કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી, એનેસ્થેસિયા વિભાગના ડૉ. સિદ્ધાર્થ અને તેમની ટીમે સર્જરી હાથ ધરી હતી. સર્જરી દરમિયાન નેન્સીનું પેટ ખોલીને જોતાં તબીબો ચોંકી ઉઠ્યા હતાં. પેટમાં ગાંઠ નહોતી પરંતુ ગાંઠ બની ગયેલો વાળનો ગુચ્છો હતો. તબીબોએ સફળ સર્જરી કરી બાળકીને પીડામાંથી મુક્તિ અપાવી હતી.
એસો. પ્રોફેસર ડૉ. જયશ્રી રામજીના જણાવ્યા પ્રમાણે, વાળના ગુચ્છાથી બનતી ગાંઠને ટ્રાકોબેઝોર કહેવાય છે. આ સમસ્યા કિશોરીઓ – યુવતીઓમાં વધુ જોવા મળતી હોય છે. વાળ ખાવાની ટેવ અથવા તો ભુલથી વાળ ખાઈ જવાને કારણે આ સમસ્યા થતી હોય છે. અમે બાળકીના પરિવાર સાથે કરેલી વાતચીતમાં નેન્સીના વાળ છેલ્લાં એક વર્ષથી ઓછા થતાં હોવાની વિગતો સામે આવી હતી. તેનું મનોવિજ્ઞાનિક કાઉન્સિલિંગ પણ કરાવવામાં આવ્યું છે.
બાળ રોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમારા વિભાગમાં અગાઉ પણ ટ્રાઈકોબેઝોરની સર્જરી કરાઈ છે. જો કોઈ બાળકી – કિશોરી કે યુવતીને વાળ ખાવાની ટેવ હોય તો, તેનું કાઉન્સિલિંગ કરાવવું જોઈએ. જેથી આવા પ્રકારની ગંભીર સમસ્યા અને પીડા ભોગવવામાંથી એને બચાવી શકાય. અત્રે નોંધનિય છે કે, નેન્સીના પેટના દુઃખાવાની સમસ્યા દૂર થવાને કારણે તેના પિતાએ સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર માન્યો હતો.
(આજનો Funrang જોક)
ચમન – તને ખબર છે, લગ્નની કંકોત્રીમાં વરના નામ આગળ ચિં. અને કન્યાના નામ આગળ અ.સૌ. કેમ લખવામાં આવે છે?
અમન – ચિં એટલે ચિરંજીવી અને અ.સૌ. એટલે અખંડ સૌભાગ્યવતી…
ચમન – અબે… એ તો બધાં માને છે બાકી એનો ખરો અર્થ હું તને જણાવું. ચિં. એટલે ચિંતાગ્રસ્ત થનારો… અ.સૌ. એટલે એકલી સૌને ભારે પડનારી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz