- વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર દ્વારા ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું.
- શનિવારે વહેલી સવારે 3.45 વાગ્યાના અરસામાં ટોરોન્ટો ખાતે સર્જાયેલો અકસ્માત.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિદેશ । કેનેડાના ટોરોન્ટો ખાતે હાઈવે નં – 401 પર શનિવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજ્યા હતાં. જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હતાં. બનાવ અંગે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
ટોરોન્ટોના હાઈવે 401 પર શનિવારે વહેલી સવારે 3.45 વાગ્યે વાન અને ટ્રેક્ટર ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે વાનમાં સવાર ભારતીય વિદ્યાર્થીઓ હરપ્રીત સિંહ (ઉં.વ. 21), જસપિંદર સિંહ (ઉં.વ. 21), કરનપાલ સિંહ (ઉં.વ. 22), મોહિત ચૌહાણ (ઉં.વ. 23) તેમજ પવનકુમાર (ઉં.વ. 23)નું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી હતી. તમામ વિદ્યાર્થીઓ ગ્રેટર ટોરોન્ટો અને મૉન્ટ્રેયલ ખાતે રહીને અભ્યાસ કરતાં હોવાનું જાણવા મળે છે.
ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને વિદ્યાર્થીઓના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને કહેવાયું છે કે, અમે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે, તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
હાલના તબક્કે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. જોકે, ક્વિંટ વેસ્ટ ઓંટારિયો પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
(આજનો Funrang જોક)
ચમન – ભઈ, મને એવી કોઈ વાત જણાવ કે, જે મોદીના વડાપ્રધાન બન્યા બાદ સસ્તી થઈ હોય?
અમન – કૉંગ્રેસ બે કોડીની કરી નાંખી એ પુરતું નથી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz