- કિવ કબજે કરવા રશિયાનો વિશાળ સૈન્ય કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે.
- પુતિન પરમાણું હથિયારનો ઉપયોગ કરવાનો ખતરનાક વિચાર કરી રહ્યો છે.
[Mehulkumar Vyas – 9978918796]
ભારત । રશિયા – યુક્રેન યુદ્ધના છઠ્ઠા દિવસે ભારતીય દૂતાવાસ દ્વારા ઇમર્જન્સી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં યુક્રેનની રાજધાની કિવમાં રહેતાં ભારતીયોને આજે તાત્કાલિક કિવ છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર પરમાણું હથિયારથી અથવા તો વિશાળ બોમ્બ દ્વારા હુમલો કરવાની યોજના કરી રહ્યાં છે.
યુક્રેનના શહેર ખાર્કિવ અને કિવની વચ્ચે આવેલાં ઓખ્તિરકા સ્થિત મિલિટરી બેઝ પર હુમલો કરી રશિયાની સેનાએ યુક્રેનના 70 જેટલાં સૈનિકોને મોતના ઘાટ ઉતાર્યા હતાં. હવે યુક્રેનની રાજધાની કિવ પર કબજો મેળવવા માટે રશિયાનું વિશાળ સૈન્ય હાલ ઝડપથી આગળ વધી રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. રશિયાન સેનાનો 40 માઈલ એટલે કે લગભગ 64 કિલોમીટર લાંબો કાફલો આગળ વધી રહ્યો છે.
વિશ્વના અનેક દેશો દ્વારા રશિયાના પગલાંનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ કોઈ આ અંગે નક્કર કામગીરી કરવા આગળ આવ્યું નથી. જ્યારે બીજી તરફ, રશિયાએ પણ વિશ્વના દેશોને ચેતવણી આપી છે કે, યુક્રેનને કેટલાંક દેશો લશ્કરી સરસરંજામ પુરો પાડી રહ્યાં છે. જો આ સર સરંજામનો રશિયા સામે ઉપયોગ કરાશે તો એ માટે સરસરંજામ મોકલનાર દેશ જવાબદાર રહેશે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિતના ભારતીયોને કાઢવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જોકે, હજી મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનમાં અટવાયેલા છે. ભારતીય દૂતાવાસ દ્વારા યુક્રેનની રાજધાની કિવમાં ફસાયેલા નાગરીકો માટે આજરોજ એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓ સહિતના તમામ ભારતીયો આજે તાત્કાલિક કિવ છોડી દે તેવી સલાહ છે. ટ્રેન દ્વારા અથવા તો જે વ્યવસ્થા થાય તેના દ્વારા કિવ છોડી દેવું હિતાવહ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, યુક્રેનના સંકટ સહિતના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ચર્ચા કરી હતી.
(આજનો Funrang જોક)
(ટાઈગરના ઘર પાસેથી ઈંટો હટાવવાની હતી. પકડું મદદ કરવા માટે આવ્યો. બંને જણે ઇંટો હટાવવાની શરૂઆત કરી. અને થોડીવારમાં)
પકડું – યાર, હું બે બે ઈંટો ઉંચકીને જઉં છું અને તું એક જ ઈંટ કેમ ઉપાડે છે?
ટાઈગર – દોસ્ત, તને બીજો ધક્કો ખાવાનો કંટાળો આવતો હશે… મને બીજો ધક્કો ખાવામાં કોઈ વાંધો નથી..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz