- પરમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ સંસ્થા BAPSના બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો હતો.
- ગઈકાલે પેરીસ અને સ્વિત્ઝર્લેન્ડથી સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્ત ભારતીયોની સેવા કરવા પહોંચી ગયા.
[Mehulkumar Vyas – 9978918796]
પોલેન્ડ । યુક્રેનથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ પોલેન્ડ સરહદે પહોંચી રહ્યા હતાં. આવા સંજોગોમાં તેઓને જમવા સહિતની મદદ પહોંચાડવામાં આવે તેવા આશય સાથે પરમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ સંસ્થા BAPSના બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો હતો. જેને પગલે ગઈકાલે જ પેરિસ અને સ્વિત્ઝર્લેન્ડથી સ્વયંસેવકો પોલેન્ડની સરહદે પહોંચી ગયા હતાં. અને લગભગ 1000 જેટલાં લોકોને શાકાહારી ભારતીય ભોજન જમાડવા સાથેની સેવા પૂરી પાડી હતી.
યુક્રેનથી પોલેન્ડ સરહદે પહોંચી રહેલાં ભારતીયોને કારમી ઠંડીમાં સામાન ઉંચકીને 40 – 50 કિલોમીટર ચાલવી પડી રહ્યું છે. ભારતીયો ભારે હાલાકી ભોગવીને બોર્ડર પર પહોંચી રહ્યા છે. આવા ભારતીયોની મદદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં સૂચનને આધારે તાત્કાલિક ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં.
પેરિસ અને સ્તિત્ઝર્લેન્ડથી ચિરાગ ગોદીવાલા, શૈલેષ ભાવસાર સહિતના BAPS સંસ્થાના સ્વયંસેવકો મોબાઈલ કિચન વાન લઈ સળંગ 22 કલાક સુધી ડ્રાઈવ કરીને પોલેન્ડ બોર્ડર પર આવેલા રેસ્ઝો નગરમાં પહોંચ્યા હતાં.
રેસ્ઝો ખાતે ભારત સરકાર દ્વારા એક જાણીતી હોટલમાં ભારતીયોને રહેવાની વ્યવસ્થા આપવામાં આવી છે. ત્યાં BAPSના સ્વયંસેવકો ભારતીય વિદ્યાર્થીઓની આત્મિયતાપૂર્વક મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત, આશરે 1000 જેટલાં ભારતીઓને ગઈકાલે ગરમા ગરમ ભારતીય ભોજન જમાડવામાં આવ્યું હતું.
BAPS સ્વયંસેવકો દ્વારા હૂંફ આપવા સાથે ગરમા ગરમ ભોજન કરાવી ભારતીયોની આંતરડી ઠારવામાં આવી હતી. જેને પગલે વિદ્યાર્થીઓ હૃદયપૂર્વક સ્વયંસેવકોનો આભાર માની રહ્યાં છે.
(આજનો Funrang જોક)
(ટાઈગર અને પકડું આજે પીવા બેઠાં… બે અંદર ગયા પછી)
પકડું – યાર, ગુજરાતમાં દારૂબંધી છે આપણે ના પીવો જોઈએ…
ટાઈગર – સાચી વાત છે ભઈ, મને પણ બહુ દુઃખ થાય છે… દારૂબંધી હોવા છતાં આપણે પીએ છીએ…
પકડું – આપણે પીવાનું બંધ કરી દઈએ…
ટાઈગર – સાચી વાત છે… કાલથી બંધ… જો ના મળે તો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz