- BJP સાંસદ મનસુખ વસાવા vs રાજ્યના મામલતદારો: સોશિયલ મીડિયામાં વોર
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: તાજેતરમાં કરજણના માલોદ ગામે ભાજપાના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મામલતદાર સહિતના અન્ય અધિકારીઓને જાહેરમાં ગાળો ભાંડી ખખડાવવામાં આવ્યા હતાં. આ પ્રકરણ બાદ મનસુખ વસાવા સામે રાજ્યભરના મામલતદારોમાં રોષ વ્યાપેલો છે. જોકે, સમગ્ર મામલે કેટલાંક લોકો મનસુખ વસાવાનો બચાવ કરી રહ્યાં છે તો કેટલાં લોકો એનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ મામલે મનસુખના સમર્થનમાં ટ્વિટર પર #WeSupportMansukhVasava ટ્રેન્ડ થયું છે.
ભરૂચ જિલ્લાના કરજણના માલોદ ગામ પાસે રેતીના ડમ્પરે અડફેટે લેતાં ત્રણ બાઈક સવાર યુવાનોના મોત નિપજ્યા હતાં. આ ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. જો કે મૃતકના પરિવારનોને સાંત્વના આપવા ભાજપ સાંસદ મનસુખ વસાવા અને કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળિયા પહોંચ્યા હતા.
એ દરમિયાન ત્યાં હાજર કરજણના મામલતદાર સહીત અન્ય અધિકારીઓનો આ ઘટના સંદર્ભે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઉધડો પણ લીધો હતો. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને બોલેલા અપશબ્દોને બાદ કરતાં એમની દરમિયાનગીરી બિલકુલ ખોટી ન હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ હાજર અધિકારીઓનો ઉધડો લેતા જણાવ્યું હતું કે તમે હપ્તા લો છો એના જ પરિણામે આવી ઘટનાઓ બને છે.
(ઘટનાનો વિડીયો નિહાળો)
આ તમામની વચ્ચે મનસુખ વસાવા વિરુદ્ધ ગુજરાતના મામલરદારો સહીત અન્ય અધિકારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરી આ મુદ્દે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. મામલતદારો દ્વારા આગામી 3 માર્ચે કાળી પટ્ટી બાંધી તથા 4 માર્ચે માસ સીએલ પર જવાના રાજ્યભરમાં કાર્યક્રમો થવાના છે. ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાની તરફેણમાં ભાજપ સંગઠન ઉતરી પડ્યું છે. નર્મદા જિલ્લા ભાજપ સંગઠને મનસુખ વસાવાની તરફેણ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. નર્મદા જિલ્લા ભાજપ સંગઠને 2 માર્ચ બપોરે 3 વાગ્યાથી #WeSupportMansukhVasava ટ્વિટર ટ્રેન્ડીંગ શરૂ કર્યું છે.
નર્મદા જિલ્લા ભાજપે આ મુદ્દાઓ પર મનસુખ વસાવાનું સમર્થન કર્યું છે.
નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારની વસ્તીની ગરીબ પ્રજાને વિકાસશીલ બનાવવા અને વિકસિત કરવા તેઓએ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન યોજીને લોકોને આગળ લાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ એવા મનસુખ વસાવા કૃષિ ક્ષેત્રે નર્મદા જિલ્લાના જોડાયેલા આદિવાસી ભાઈઓ બહેનો માટે સતત પ્રયત્નશીલ નેતા છે.
(આજનો Funrang જોક)
(ટાઈગર અને પકડું આજે પીવા બેઠાં… બે અંદર ગયા પછી)
પકડું – યાર, ગુજરાતમાં દારૂબંધી છે આપણે ના પીવો જોઈએ…
ટાઈગર – સાચી વાત છે ભઈ, મને પણ બહુ દુઃખ થાય છે… દારૂબંધી હોવા છતાં આપણે પીએ છીએ…
પકડું – આપણે પીવાનું બંધ કરી દઈએ…
ટાઈગર – સાચી વાત છે… કાલથી બંધ… જો ના મળે તો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz