- ભારતીય વિદ્યાર્થીઓ પગપાળા પોલેન્ડ બોર્ડર તરફ આવી રહ્યાં હતાં.
- યુક્રેની બોર્ડર પોલીસ ભારતીયોને ટોર્ચર કરતી હોવાથી ઉઠાવાયું પગલું.
- ઇન્ડો – પોલિશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (IPCCI)એ સહયોગ આપ્યો.
[Mehulkumar Vyas – 9978918796]
વિદેશ । યુક્રેન પર રશિયાએ કરેલાં આક્રમણને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. ભારત ખાતે રહેતાં પરિવારજનો ખૂબ જ ચિંતિત છે ત્યારે એક દિલધડક ઓપરેશન પોલેન્ડ સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા કરવામાં આવ્યું હોવાની વિગતો જાણવા મળે છે. પોલેન્ડ સ્થિત ઇન્ડો – પોલિશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (IPCCI)ના સહયોગથી હાથ ધરવામાં આવેલાં ઓપરેશન અંતર્ગત યુક્રેનની બોર્ડરમાં 30 કિમી સુધી ઘુસીને 500 જેટલાં ભારતીય વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતાં.
24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન પર હમલો કરી દીધો હતો. જેને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે પોલેન્ડ સ્થિત ભારતીય એમ્બેસ અને ભારતીય લોકો એક્શનમાં આવી ગયા હતાં. સૌ પ્રથમ તો IPCCI સાથે મળીને એમ્બેસી દ્વારા 7 ટીમો બનાવવામાં આવી હતી. કોઈ ટીમને યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની તો કોઈ ટીમને રહેવા – જમવાની વ્યવસ્થા કરવાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
યુદ્ધ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ સહિતના ભારતીયોને પોલેન્ડ બોર્ડર તરફ આવવા સૂચના આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભારતીયો પોલેન્ડ તરફ આવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. જોકે, રસ્તામાં યુક્રેનનું સૈન્ય તેમજ બોર્ડર પોલીસ ભારતીયોને હેરાન કરતાં હતાં.
સમગ્ર ઘટના ક્રમને જોતાં સોમવારે પોલેન્ડથી યુક્રેનમાં ઘુસવાનું ઓપરેશન તૈયાર કરવામાં આવ્યું હતું. પોલેન્ડની સરહદથી આશરે 49 કિલોમીટર દૂર આવેલા યાવોરિવ શહેર સુધી પહોંચી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની યોજના સાથે પોલેન્ડથી 30 બસોને રવાના કરવામાં આવી હતી. જોકે, આશરે 30 કિમી સુધી અંદર ઘુસવામાં તેઓને સફળતા મળી હતી.
યુક્રેનમાં બોમ્બધડાકાઓ વચ્ચે વિદ્યાર્થીઓનો સંપર્ક કરવો, તેઓ ક્યાં છે વગેરે માહિતી પ્રાપ્ત કરવી અને તેઓને બસમાં સુરક્ષિત પરત પોલેન્ડ લાવવાનાં પડકારોને પાર પાડી સમગ્ર દીલધડક ઓપરેશન સંપન્ન કરવામાં આવ્યું હતું. અને આખરે લગભગ 500 વિદ્યાર્થીઓને સુરક્ષિત પોલેન્ડ લઈ આવવામાં આવ્યા હતાં.
પોલેન્ડથી મંગળવારે સાંજે 444 વિદ્યાર્થીઓને ભારત રવાના કરવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળે છે. અન્ય વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં ભારત મોકલી દેવાશે. વિદ્યાર્થીઓ હેમખેમ પોલેન્ડ પહોંચ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થતાં ભારતમાં રહેતાં તેઓના પરિવારજનોને હાંશકારો થયો હતો.
(ચાલુ પ્રોગ્રામમાં સ્ટેજ તૂટી ગયું… પણ, તોય શો મસ્ટ ગો ઓન… જુઓ વિડીયોમાં)
(આજનો Funrang જોક)
(ટાઈગર અને પકડું આજે પીવા બેઠાં… બે અંદર ગયા પછી)
પકડું – યાર, ગુજરાતમાં દારૂબંધી છે આપણે ના પીવો જોઈએ…
ટાઈગર – સાચી વાત છે ભઈ, મને પણ બહુ દુઃખ થાય છે… દારૂબંધી હોવા છતાં આપણે પીએ છીએ…
પકડું – આપણે પીવાનું બંધ કરી દઈએ…
ટાઈગર – સાચી વાત છે… કાલથી બંધ… જો ના મળે તો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz