• હંગેરી સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા જાહેર કરાઈ એડવાઈઝરી.
  • હંગેરીના ઉઝહોરોડ પાસે CHOP – ZAHONY અને રોમાનિયાના ચેર્નિત્સિ પાસે PORUBNE – SIRET ખાતે ભારતીય ટીમો તૈનાત.
  • વિદ્યાર્થીઓને ટ્રાવેલીંગ દરમિયાન વાહન પર ભારતીય તિરંગાની પ્રિન્ટઆઉટ લગાડવા સૂચના.

[Mehulkumar Vyas – 9978918796]

ગુજરાત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવાના પ્રયાસ રૂપે ભારત સરકાર દ્વારા હાલના તબક્કે યુક્રેનના પાડોશી દેશો હંગેરી અને રોમાનિયાની સરહદે વ્યવસ્થા કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળે છે.

રશિયા દ્વારા ગુરુવારે યુક્રેન પર આક્રમણ કરી દેવામાં આવતાં ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાઈ ગયા હતાં. એરબેઝ બંધ થઈ જવાને કારણે વિદ્યાર્થીઓને લેવા ગયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટને પરત ફરવું પડ્યું હતું. યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતના લગભગ 15000 વિદ્યાર્થીઓ સહિત ભારતમાં રહેતાં તેમના સ્વજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવા માટે અલગ અલગ શક્યતાઓ પર વિચારણા કરવામાં આવી રહી છે.

દરમિયાનમાં આજે હંગેરીની રાજધાની બુડાપેસ્ટ સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થી સહિતના લોકો માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હંગેરી અને રોમાનિયાની સરહદોથી બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હાલના તબક્કે હંગેરીના ઉઝહોરોડ પાસે આવેલી CHOP-SAHONY સરહદે તેમજ રોમાનિયાના ચેર્નિત્સિ પાસેની PORUBNE-SIRET સરહદે ભારતીય ટીમો તૈનાત થઈ ગઈ છે.

એમ્બેસી દ્વારા જણાવાયું છે કે, ઉપરોક્ત સરહદોની નજીક રહેતાં ભારતીય વિદ્યાર્થીઓ સહિતના લોકો વિદેશ મંત્રાલયની ટીમ સાથે કોર્ડિનેશન કરીને આ ચેક પોઇન્ટ પર પહોંચી જાય. આ રૂટ શરૂ થઈ ગયા બાદ યુક્રેનના અલગ અલગ સ્થળોએથી પોતાની રીતે વાહનની વ્યવસ્થા કરીને ભારતીય નાગરીકો ચેક પોઈન્ટ પર પહોંચવા લાગે. જોકે, ભારતીયો પોતાના પ્રવાસ દરમિયાન હેલ્પલાઈન નંબર પર સતત સંપર્કમાં રહે તે આવશ્યક છે. વિદ્યાર્થીઓને તેમના કોન્ટ્રાક્ટરનાં સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઉપરાંત જણાવાયું છે કે, પાસપોર્ટ અને ડોલરની વ્યવસ્થા કરીને નિકળવું. કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ હોય તો સાથે રાખવું. તેમજ ભારતીય તિરંગાની પ્રિન્ટ આઉટ વાહન પર સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી જગ્યાએ ચોંટાડવી.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર, તારા લગ્ન કોઈ એકદમ સરખી દેખાતી જોડીયા બહેન સાથે થઈ જાય તો તું તારી પત્નીને કેવી રીતે ઓળખીશ?

ટાઈગર – હું શું કામ ઓળખું???

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *