• સહારનપુર સ્ટેડિયમ ખાતે સ્પોર્ટ્સ અધિકારીઓની માફ ના કરી શકાય તેવી બેદરકારી સામે આવી.
  • તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી સબ જૂનિયર ગર્લ્સ કબડ્ડી સ્પર્ધા દરમિયાન બનેલી ઘટનાનો વિડીયો વાઈરલ થયો.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

ઉત્તર પ્રદેશ બુદ્ધિનો છાંટોય ના હોય અને જાણે લાગવગના જોરે નોકરી મળી ગઈ હોય એવાં અધિકારીઓ દ્વારા 300 જેટલી ગર્લ્સ કબડ્ડી પ્લેયર્સને ટોઈલેટમાંથી જમવાનું લઈને જમાડ્યા હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. એક તરફ યુપીમાં એક ભક્ત યોગીની પ્રતિમાની પૂજા કરે છે ત્યારે બીજી તરફ યોગીરાજમાં જ માનસિક રોગી જેવા અધિકારીઓ અક્કલનું દેવાળું ફૂંકી રહ્યા છે. કબડ્ડી સ્પર્ધામાં હૂ… તૂ… તૂ… તૂ… ને બદલે હુ… થૂ… થૂ… થૂ… કરાયું હોવાની ઘટનાનો વિડીયો વાઈરલ થયો છે.

ગત તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન સહારનપુરના ભીમરાવ સ્ટેડિયમ ખાતે સબ-જૂનિયર ગર્લ્સ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી 17 વિભાગો અને સ્પોર્ટ્સ હોસ્ટેલની ટીમોની 300 જેટલી ગર્લ્સ આવી હતી. ખેલાડીઓની રહેવાની અને જમવાની વ્યવસ્થા સ્ટેડિયમમાં જ કરવામાં આવી હતી.

સ્પોર્ટ્સ વિભાગના અધિકારી અનિમેષ સક્સેના અને તેના તાબાના અધિકારીઓ – કર્મચારીઓએ 300 જેટલી છોકરીઓ માટે જમવાનું ટોઈલેટમાં મૂકાવ્યું હતું. જોકે, કેટલીક છોકરીઓએ ત્યાં જઈને જમવાનું નહીં લે તેમ જણાવી વિરોધ કરતાં બાદમાં બહાર ટેબલ પર જમવાનું પીરસાવવામાં આવ્યું હતું. ‘ટોઈલેટ ભોજન સમારોહ’ પહેલાં અને બાદમાં ખેલાડીઓ અન્ય સ્ટાફે ટોઈલેટનો ટોઈલેટ તરીકે પણ ઉપયોગ કર્યો હતો.

જમવાની ગુણવત્તા પણ યોગ્ય ના હોવાની બૂમો ઉઠી હતી. કરિયાણું હલકી ગુણવત્તાનું આવ્યું હોવાની વિગતો પણ સામે આવી છે. ખરાબ ચોખામાંથી બનાવાયેલા ભાત ખાવાની ખેલાડીઓએ ના પાડી દીધી હતી. સમગ્ર પ્રકરણનો વિડીયો સામે આવતાં સ્પોર્ટ્સ અધિકારી અનિમેષ સક્સેનાને સસ્પેન્ડ કરી ડીએમએ તપાસના આદેશ આપ્યા છે.

(ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *