- રાજસ્થાનના ધૌલપુર ખાતે બનેલી ઘટના.
- કોલેજનો વિદ્યાર્થી માથા પર દેશી બંદુક (કટ્ટો) અડાડી સેલ્ફી પાડવા માંગતો હતો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
રાજસ્થાન । સોશિયલ મિડીયા પર વિવિધ રીતે સેલ્ફી પોસ્ટ કરવાનો યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. રાજસ્થાનના એક યુવાને દેશી બંદુક (કટ્ટો) માથા પર મુકી, મોબાઈલથી સેલ્ફી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કમનસીબે મોબાઈલમાં ક્લિક કરવાને બદલે ભુલથી બંદુકનું ટ્રીગર દબાઈ જતાં યુવકના માથાના ફૂરચા જતાં તેનું મોત નિપજ્યું હતું.
રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના ઉમરેહ ગામમાં રહેતા રામબિલાસ મીણાના 19 વર્ષિય દિકરા સચિન મીણા આજરોજ સવારે ઘર પાસેના ખેતરમાં ગયો હતો. ખેતરમાં તેને દેશી બંદુક પડેલી જોઈ હતી. જેને પગલે દેશી બંદુક સાથે સેલ્ફી પાડવાનો સચિનને વિચાર આવ્યો હતો.
સચિને દેશી બંદુક માથા પર મુકી બીજા હાથથી મોબાઈલમાં સેલ્ફી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે ભુલથી બંદુકનું ટ્રીગર દબાઈ જતાં ફાયરિંગ થયું હતું અને સચિનના માથાના ફૂરચા ઉડી ગયા હતાં. બનાવ અંગે જાણ થતાં દોડી આવેલાં પરિવારજનોએ સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
હોસ્પિટલથી સચિનને અંતિમ સંસ્કાર માટે લઈ જવાની પરિવારજનોએ પેરવી કરી હતી. જોકે, યુવાનના મોત અંગે જાણ થતાં પોલીસે મૃતદેહ લઈને જતાં વાહનને રસ્તામાં અટકાવ્યું હતું. અને મૃતદેહ કબજે કર્યો હતો. પરિવારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારને સુપરત કરાયો હતો.
પરિવારજનોએ યુવકનું મૃત્યુ સેલ્ફી લેવા જતાં થયું હોવાનું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું. જોકે, પોલીસે ગેરકાયદે દેશી બંદુક કેવી રીતે યુવાન પાસે આવી? તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર આ યુક્રેન અને રશિયાનું શું થશે?
અમન – એ વાત પછી… તને ખબર છે રશિયા અને યુક્રેનના ડિફેન્સ મિનિસ્ટર કોણ છે?
ચમન – (અટવાઈને ચા વાળાને) દોસ્તોકી બે કટિંગ ચાય… યુદ્ધ વાત કરવા જેવી જ નથી… ચા પી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz