• અસિત વોરાના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટી આંદોલન કરી રહી છે.
  • શુભેચ્છા મુલાકાતમાં જ વોરાને રાજીનામું આપી દેવા જણાવી દેવાયું હતું

FunRang News. પેપર લીક કાંડને પગલે ભીંસમાં મુકાયેલી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનું રાજીનામું માંગી લેવામાં આવ્યું છે. સાંજ સુધીમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પેપર લીક કાંડને પગલે અસિત વોરાના રાજીનામાની માગણી સાથે આમ આદમી પાર્ટી આંદોલન કરી રહી છે. ભુપેન્દ્ર પટેલ સરકારે આંદોલનની હવા કાઢી નાંખવાનો તખ્તો તૈયાર કરી દીધો છે.

બિન સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના પ્રકરણમાં મંડળના અધ્યક્ષ અસિત વોરા નિર્દોષ હોવાનું ગાણુ ભાજપા અધ્યક્ષ પાટીલે ગાયુ હતું. જોકે, પોલીસ તપાસમાં સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસના માલિક અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પણ શંકાના દાયરામાં આવ્યા હતાં. જેને પગલે ભુપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી હતી.

(આજે ગુજરાત સમાચાર, સંદેશ, ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં કાર્ટૂન્સ જુઓ વિડીયો)

પેપર લીક થયું ત્યારથી વિપક્ષો દ્વારા અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગણી કરવામાં આવી રહી હતી. સોશિયલ મિડીયામાં પણ #Resign_Asitvora અભિયાન છેડાયું હતું. દરમિયાનમાં ગઈકાલે મુખ્યમંત્રીએ અસિત વોરાને મળવા બોલાવ્યા હતાં. આ મુલાકાત બાદ અસિત વોરાએ સમાચાર માધ્યમોને જણાવ્યું હતું કે, આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. પેપર લીક બાબતે કોઈ ચર્ચા થઈ નથી. જોકે, શુભેચ્છા મુલાકાતમાં જ મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવા જણાવી દીધું હતું.

અસિત વોરાના રાજીનામાની જાહેરાત સાંજ સુધીમાં થઈ શકે છે.

(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો.  નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *