- શુક્રવારે કલોલમાં નવજીવન મિલ કમ્પાઉન્ડ જોગણી માતા મંદિર પાસે પૂર્વ પતિએ ખંજરના ઘા ઝીંકી યુવતીને રહેંસી નાંખી.
- પોતે અપરણિત હોવાનું જુઠ્ઠાણુ કહી ભાવેશે હેમા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો.
- અઢી વર્ષ પૂર્વે ભાગી જઈને હેમા – ભાવેશે પ્રેમ લગ્ન કર્યા હતાં.
- વાસી ઉત્તરાયણ પર્વે ધર્મની બહેન બનાવી ભાવેશે પહેલી પત્ની અને બાળકને ઘરે બોલાવ્યા હતાં.
- પહેલી પત્ની અંગે જાણ થતાં હેમાએ દોઢ વર્ષ અગાઉ ભાવેશ સાથે છૂટાછેડા લીધા હતાં.
- હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની ના પાડી હતી.
- ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનિક વાત થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ગાંધીનગર । શુક્રવારના રોજ કલોલના સિટી મોલ પાસે નવજીવન મિલ કમ્પાઉન્ડમાં જોગણી માતાના મંદિર પાસે ધોળે દિવસે યુવતીની હત્યાનો બનાવ બનતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ‘તું મારી નહીં તો કોઈની જ નહીં’ એવી માનસિકતા સાથે પૂર્વ પત્ની હેમા લવાણાની કરપીણ હત્યા કરનાર ભાવેશ કેશવાનીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આજરોજ હત્યારાને ફાંસીની સજા કરવાની માગ કરી પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની ના પાડી દીધી હતી. આખરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટેલિફોનિક વાતચીત કરી ન્યાયની ખાતરી આપતાં પરિવારે મૃતદેહ સ્વિકાર્યો હતો.
કલોલની દેવીકૃપા સોસાયટીમાં રહેતા પરમાનંદ લવાણાની સૌથી નાની દિકરી હેમા કેટલાંક વર્ષો પહેલાં સ્વદેશી ડેલામાં રાસગરબા રમવા ગઈ હતી ત્યાં શ્રીનગર સોસાયટીમાં રહેતા ભાવેશ ધરમદાસ કેશવાની સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હતો. પોતે કુંવારો હોવાનું જણાવીને ભાવેશે પ્રેમિકા હેમાને સુખ લગ્નજીવનના સપનાં બતાવ્યા હતાં.
આશરે અઢી વર્ષ અગાઉ ભાવેશ અને હેમાએ ઘરેથી ભાગી જઈને પ્રેમ લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ હેમા પતિગૃહે રહેવા લાગી હતી. દરમિયાનમાં વાસી ઉતરાયણ પર્વે ભાવેશ એક યુવતી અને એક બેબીને ઘરે લઈ આવ્યો હતો. એ યુવતી પોતાની ધર્મની બહેન હોવાનું તેણે હેમાને જણાવ્યું હતું. જોકે, થોડા જ સમયમાં હેમાને ખબર પડી ગઈ કે, ધર્મની બહેન બનીને ઘરે આવેલી યુવતી ભાવેશની પહેલી પત્ની છે.
હેમાને જાણ થઈ કે તેની સાથે લગ્ન કરવા માટે ભાવેશે પહેલી પત્ની અને સંતાનને તરછોડ્યા છે. આ વાત મંજૂર ના હોવાથી માત્ર છ માસમાં જ હેમા સાસરી છોડીને પિતાગૃહે રહેવા જતી રહી હતી. હેમા જતી રહેતા છંછેડાયેલા ભાવેશે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તું મારી નહીં તો બીજા કોઈની પણ નહીં થવા દઉં. એમ જણાવી હેરાન કરતાં ભાવેશથી ત્રાસેલી હેમાએ દોઢ વર્ષ અગાઉ છૂટાછેડા લઈ લીધા હતાં.
પહેલી પત્નીને જેના માટે છોડી એ હેમા જ છોડી ગઈ એ વાતે ભાવેશ રોષે ભરાયો હતો. બીજી તરફ, પહેલી પત્નીએ ગાંધીધામ બાજુ લગ્ન કરી લેતાં ભાવેશ આક્રમક બન્યો હતો. ભાવેશ અવાર નવાર ફોન કરીને પાછી આવી જવા માટે ગર્ભિત ધમકી આપતો હતો. જેને પગલે છેલ્લાં છ માસમાં હેમાએ ત્રણ વાર પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
ત્રણ દિવસ અગાઉ ફોન પર ભાવેશે પાછી નહીં આવે તો મારી નાંખીશ એવી ધમકી આપી હતી. બાદમાં ગઈકાલે શુક્રવારના રોજ નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલા બ્યુટિપાર્લરમાં મહેંદી મુકાવવા ગયેલી હેમાની રેકી કરી હતી. મહેંદી મુકાવી હેમા પરત ઘરે જઈ રહી હતી ત્યાં જ ભાવેશ આવી પહોંચ્યો હતો અને ખંજરના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. ભાવેશના હુમલાને પગલે હેમા લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડી હતી.
કલોલમાં ભારે ચકચાર મચાવનાર હેમા હત્યા પ્રકરણ અંગે પરિવારજનોએ ભાવેશને તાત્કાલિક ફાંસીની સજા કરવાની માંગણી કરી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરી દિધો હતો. જોકે, બાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફોન કરી હત્યારાને કડક સજા કરાવવામાં આવશે એવી હૈયાધારણા આપી હતી. જેને પગલે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો.
(આજનો Funrang જોક)
ચમન – યાર મમ્મીએ ઉઠાડવાનો નવો આઈડિયા લગાડ્યો છે.
અમન – કેમ શું કરે છે?
ચમન – સવારે ધીમેથી આવીને કહે છે, ઉઠી જા… તારા બાપા તારો મોબાઈલ ચેક કરી રહ્યા છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz