- પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાની ઘટના યુવરાજસિંહની કારમાં લગાડાયેલા કેમેરામાં ઝડપાઈ.
- આંદોલનકારીઓને મળીને પરત ફરતી વખતે યુવરાજસિંહને થયું હતું પોલીસ સાથે ઘર્ષણ.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ગાંધીનગર । સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર પીલસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેનો વિડીયો સામે આવતાં યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
ગઈકાલે વિદ્યાસહાયકમાં ભરતી કરવાની માંગ સાથે આંદોલન કરનારા ઉમેદવારોએ વિધાનસભાનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને પગલે મહિલાઓ સહિતના આંદોલનકારીઓની અટકાયત કરી તેઓને ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતાં.
દરમિયાનમાં યુવરાજસિંહ જાડેજા આંદોલનકારીઓને મળવા આવી પહોંચ્યો હતો. આંદોલનકારીઓને મળ્યા બાદ યુવરાજસિંહ કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે પોલીસ કર્મીઓ સાથે ઘર્ષણ થયું હતું. એક પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો યુવરાજસિંહે પ્રયાસ કર્યો હોવાની વિડીયો તેની જ કારમાં રહેલાં કેમેરામાં ઝડપાઈ ગયો હતો. વિડીયો સામે આવતાં જ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
રેન્જ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મી પર કાર ચડાવી દેવા ઉપરાંત પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવાના મામલે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મળેલી તમામ વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે. પુછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરાશે.
(આજનો Funrang જોક)
(ચમનનો ટ્રક સાથે એક્સિડન્ટ થયો. હોસ્પિટલના બીછાને પડેલાં ચમનને જોવા અમન ગયો.)
અમન – હવે તો બહુ સારો થઈ ગયો… લાગે છે…
ચમન – હા નસીબથી બચ્યો… અને સાજો પણ થઈ ગ્યો… છતાં બીક લાગે છે…
અમન – હવે શેની બીક લાગે છે?
ચમન – જે ટ્રક સાથે એક્સિડન્ટ થયો હતો એની પાછળ લખ્યું હતું – જીવતા રહિશું તો ફીર મળીશું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz