• ગાંધીનગરના બોરીજ ગામમાં બનેલી ઘટના.
  • ધો – 8માં અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરાને કૌટુંબિક કાકાએ પ્રેમજાળમાં ફસાવી.

[Mehulkumar Vyas – 9978918796]

ગાંધીનગર માં – બાપ વિનાની 17 વર્ષિય સગીરાને કૌટુંબિક કાકાએ પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હોવા અંગેની ફરિયાદ સગીરાની 60 વર્ષિય દાદીએ સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાવી હતી.

ગાંધીનગરના બોરીજ ગામમાં દાદી સાથે રહેતી 17 વર્ષિય સગીરાની માતાનું 16 વર્ષ અગાઉ અવસાન થયું હતું. જ્યારે પ્રથમ પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન કરનાર સગીરાના પિતા લગભગ એક વર્ષ અગાઉ કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.

બોરીજ ગામની સરકારી શાળામાં ધો. 8માં અભ્યાસ કરતી સગીરા ગત તા. 10 ફેબ્રુઆરીના રોજ રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ ગઈ હતી. જેને પગલે દાદી સહિતના સ્વજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, સગીરાનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

કૌટુંબિક કાકાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોવાની વિગતોને આધારે તેના ઘરે તપાસ કરવામાં આવી હતી. જોકે, સગીરાનો કૌટુંબિક કાકો પણ 10 ફેબ્રુઆરીથી ઘરે નથી આવ્યો એવી વિગતો જાણવા મળી હતી. જેને પગલે પ્રૌત્રીને ભગાડી જનાર કાકા સામે દાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

(આજનો Funrang જોક)

ટાઈગરની આળસવૃત્તિને કારણે પકડું ખુબ અકળાયેલો છે.

પકડું – ટાઈગર, તું એક કામ કર સેનામાં ભરતી થઈ જા…

ટાઈગર – અરે ના ભાઈ, મને તો એ પણ નથી ખબર કે બંદુકનું નાળચું કઈ બાજુ રાખીને ફોડવામાં આવે છે.

પકડું – એનો કશો વાંધો નથી, બંદુકનું નાળચું ગમે તે બાજુ રાખીને ફાયર કરજે… દેશનું ભલું તો કરીશ જ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *