• આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે મહિલાઓની આત્મરક્ષા અને આત્મ સન્માન ઉપર વિશેષ કાર્યક્રમ યોજાયો.
  • ગ્વિનેટ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટનિ પેસ્ટી ઓસ્ટિન-ગેટ્સને ગોકુલધામ સાથે જોડાયેલી મહિલાઓનું સન્માન કર્યું.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટી ખાતે આવેલી ગોકુલધામ હવેલી ખાતે આંતરરાષ્ટ્રીય વુમેન્સ ડે નિમિત્તે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓને સેલ્ફ ડિફેન્સનું માર્ગદર્શન આપવા ઉપરાંત તેમના આત્મ સન્માન ઉપર વિશેષ ભાર મૂકાયો હતો. ગ્વિનેટ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટની પેસ્ટી ઓસ્ટિન-ગેટ્સને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી ગોકુલધામ સાથે જોડાયેલી મહિલાઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું.

એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગોકુલધામના જગદગુરુ હોલમાં આયોજિત કાર્યક્રમમાં ગોકુલધામ હવેલી સાથે સમયનું બલિદાન આપી તન-મન-ધનથી જોડાયેલી મહિલાઓનું સન્માન કરવાના વિશેષ હેતુ સાથેનો કાર્યક્રમ ગ્વિનેટ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટનિ પેસ્ટી ઓસ્ટિન-ગેટ્સનની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ગોકુલધામના એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડૉ.તેજસ પટવાએ જણાવ્યું હતું કે, અલગ-અલગ ફિલ્ડમાં કામ કરતી 100 થી વધુ મહિલાઓ ગોકુલધામ સાથે નિસ્વાર્થ ભાવે જોડાયેલી છે. સમાજલક્ષી કાર્ય ઉપરાંત તેમજ ભગવાન પ્રત્યેના અહોભાવને ગોપીભાવે પરિપૂર્ણ કરવાના ઉદ્દેશ સાથે કામ કરતી આ મહિલાઓની નિષ્ઠા બેમિસાલ છે.

ગ્વિનેટ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટોનિ પેસ્ટી ઓસ્ટિન-ગેટ્સને તેમના વકતવ્યમાં ગોકુલધામ સાથે જોડાયેલી મહિલાઓની ધર્મ પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવી હતી. આ ઉપરાંત પરિવાર અને નોકરી આ બંનેમાંથી સમય ફાળવી સમાજ પ્રત્યેના કાર્યમાં તેમની ધગશ અને જોશની પ્રશંસા કરી હતી. પેસ્ટી ઓસ્ટિન-ગેટ્સને મહિલાઓના આત્મ સન્માનની વિશેષ જવાબદારી સમાજની બને છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે ગોકુલધામની સ્વયંસેવક મહિલાઓને વ્યક્તિગત રીતે સન્માન કરીને પ્રોત્સાહિત કરી હતી.

આ કાર્યક્રમમાં જ્યોર્જિયા સ્ટેટના ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ-ડિફેન્સ રિચાર્ડ દ્વારા મહિલાઓને તેમના સેલ્ફ ડિફેન્સ માટેની ટિપ્સ આપી વિકટ પરિસ્થિતિમાં આત્મ રક્ષા કેવી રીતે કરવી તેનું માગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે મહિલાઓ સાથે વાતચીત કરી તેમના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું.

મહિલા દિવસના કાર્યક્રમમાં ગોકુલધામ તરફથી દિપિકા પટેલ અને અપૂર્વ ઘેલાણીએ કાર્યક્રમના આયોજનની રૂપરેખા આપી હતી. ગોકુલધામના શાસ્ત્રી ડૉ.ગિરધર ઉપાધ્યાયજીએ મંત્રોચ્ચાર થકી અને કિર્તનકાર અલ્પેશ સાંવલિયાએ ગીત થકી સમાજમાં મહિલાઓના મહત્ત્વની ઝાંખી કરાવી હતી.

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *