- વાયરલ થયેલા ભજનમાં છોટુ વસાવા-મહેશ વસાવાને ચોર, ડાકુ તરીકે સંબોધિત કરાતા સમર્થકોમાં રોષ
- ભજન ગાનાર સાથે અઈચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી BTP- BTTS ની નહિ રહે: બહાદુર વસાવા
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: BTP ના ધારાસભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા વિરુદ્ધ આદિવાસી ડોવરી ભાષામાં ગવાયેલું એક ભજન સોશિયલ મીડિયામાં વાયરલ થતા એમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે. વાયરલ થયેલા આ ભજનમાં છોટુ વસાવા – મહેશ વસાવાને ચોર, ડાકુ તરીકે સંબોધિત કરાતા સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે. નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવાએ આ ભજન ગાનાર અને વાયરલ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગણી સાથે એવી ચીમકી ઉચ્ચારી છે કે આ કૃત્ય કરનાર સાથે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો એની BTP-BTTS ની કોઈ જવાબદારી રહેશે નહિ. આ ચીમકી બાદ હવે એ જોવું રહ્યુ કે પોલીસ કડક કાર્યવાહી કરે છે કે કેમ??
નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવાએ રોષ વ્યકત કરી ડેડીયાપાડા પોલીસને જણાવ્યું છે કે 29/12/2021 નાં રોજ પીપલોદ ગામનાં મંદિર ફળિયામાં જાન્યા ઉબડીયા વસાવાના પત્નીનો બારમા ભજનનો કાર્યક્રમ હતો. એ ભજન કાર્યક્રમમાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા “ચોર અને ડાકુ છે અને એમની ગાડી ચેક કરો તો એક બોક્ષ બીયર, અને એક બોક્ષ કોટારીયા નીકળે” તેવી સ્થાનિક આદિવાસી ડોવરી ભાષામાં ઉપજાવી કાઢેલું ભજન જાહેર મંચ પર ગાઈ વિડીયો બનાવી માલસામોટના નરેશ પુનિયા વસાવાના મોબાઈલ દ્વારા સોશિયલ મીડીયામાં વાઈરલ કરાયો છે.
બહાદુર વસાવાએ વધુમાં એમ જણાવ્યું હતું કે આ કૃત્યને લીધે તેમના સમર્થકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે, જેથી કોઇ પણ સમર્થકોને જો ખોટું લાગશે અને આ ભજન ગાનાર સાથે જાહેરમાં કોઈ પણ જાતનો અઈચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) કે (BTTS) ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના હોદ્દેદારો કે કાર્યકરોની રહેશે નહિ.જેથી આવું હીન કૃત્ય કરનાર અને કરાવનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે.
😉 (FunRang Joke) 😉
પકડું જીવનમાં પહેલીવાર બિમાર પડ્યો, અને પહેલીવાર ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરઃ (તપાસતાં) ચાલો આ કરો…
પકડુઃ સાહેબ, પહેલાં એ કહો, શું ખવડાવવાના છો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz