- બુધવારે એક જ દિવસમાં 17 કોરોના કેસ મળી આવતાં તંત્રની કડક કાર્યવાહી શરૂ.
- દમણમાં શાળાઓ બંધ કરવાનો આદેશ કરી દેવાયો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । વિકએન્ડ શનિ – રવિમાં જો દમણનું જમણ લેવાનો પ્લાન બનાવનાર લોકોએ તેમની સાથે આવનારના બે રસી લીધાના સર્ટીફિકેટ્સ તૈયાર રાખવા પડશે. વેક્સિન સર્ટીફિકેટ તપાસ્યા બાદ જ પ્રવાસીઓને દમણમાં પ્રવેશ આપવાનો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.
દમણ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા નહીંવત હતી. 3 જ એક્ટિવ કેસ સામે આવ્યા હતાં. દરમિયાનમાં બુધવારે એક જ દિવસમાં 17 કોરોના પોઝિટીવ કેસ મળી આવતાં, તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. દમણના કલેક્ટર રાઘવના કહેવા પ્રમાણે, કોરોનાના કેસો વધતાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. રાત્ર 11 થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુનો અમલ કરાવાય છે. તે સાથે ધોરણ 1 થી 8ના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળાઓ બંધ કરાવી દેવામાં આવી છે.
દમણની બધી જ હોટલ્સ અને ઇન્ડસ્ટ્રીઝને વેક્સિનેશન પૂર્ણ કરવા તેમજ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા અંગે આદેશ આપી દેવામાં આવ્યા છે. પ્રવાસીઓના વેક્સિનેશન સર્ટીફિકેટ્સ જોઈને જ પ્રવેશ આપવામાં આવશ. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો પણ કલેક્ટરે આદેશ આપ્યો છે.
એકંદરે, જેણે બંને રસી લીધી હશે એ જ દમણમાં જમણ લઈ શકશે. બાકી, મોબાઈલમાં દરીયાનો વિડીયો જોઈ ઘરે જ જમણ કરી લેવું હિતાવહ છે.
🙂 (FunRang Joke) 🙂
ટાઈગરઃ પકડું, આજથી હવે પંજાબી ખાવાનું બંધ.
પકડુઃ પ્રધાનમંત્રીના અપમાનનો બદલો લેવા!?
ટાઈગરઃ હંઅઅઅ….
પકડુઃ એટલે તું હમણાં લસ્સી નહીં પીએ?
ટાઈગરઃ ઓય લસ્સી તો છાસ કહેવાય, મંગાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz