- ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં બનેલી બેદરકારીની ઘટના.
- સ્મશાનમાં જઈ મૃતદેહ દાટવા ટાણે પિતાને જાણ થઈ તો તરત હોસ્પિટલ દોડ્યા.
- અગાઉ પણ હોસ્પિટલમાં મૃતદેહ બદલાઈ જવાની ગંભીર ઘટનાઓ બની છે.
Mehulkumar Vyas.ભુજ. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે એક પરિવારને જીવતી બાળકી માટે રડવું પડ્યું હતું. ત્રણ દિવસ પહેલાં જન્મેલી બાળકીનુ મૃત્યુ થયું હોવાનું જણાવી પિતાને સોંપાયેલો મૃતદેહ બાળકનું હોવાનું સ્મશાન પહોંચ્યા બાદ ખબર પડી હતી. આખરે હોસ્પિટલવાળાઓએ ભુલનો સ્વિકાર કરી, બાળકી જીવતી હોવાનું જણાવ્યું હતું.
જી.કે. હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. આજરોજ હોસ્પિટલવાળાઓએ બાળકીના પિતા સહિતના પરિવારજનોને જણાવ્યું હતું કે, બાળકીનું મૃત્યુ થયું છે. જેને પગલે પરિવારજનોએ ભારે હૈયે હોસ્પિટલમાંથી લપેટીને અપાયેલો મૃતદેહ સ્વિકાર્યો હતો. સ્શમાનમાં મૃતદેહની અંતિમવિધી કરતી વેળાએ પિતાના ધ્યાનમાં આવ્યું કે, મૃતદેહ બાળકીનો નહીં પણ બાળકનો છે.
આ વાત ધ્યાન પર આવતાં પિતા સહિતનાં પરિવારજનો સત્વરે હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યાં પહોંચ્યા બાદ કહેવામાં આવ્યું કે, બાળકી તો જીવતી છે ભુલથી અન્ય કોઈના બાળકનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. હોસ્પિટલવાળાઓએ ભુલ સ્વિકારી લેતાં મામલો થાળે પડી ગયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં અગાઉ પણ મૃતદેહ બદલાઈ જવાની ઘટનાઓ બનવા પામી હતી.
🙂 (Funrang Joke) 🙂
પકડું છોકરી જોવા ગયો.
છોકરીના પિતાએ એને પુછ્યું કે, દિકરા દારૂ પીએ છે?
પકડું કહે, વડીલ છોકરી જોઉં લઉં પછી બેસીએ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg