- નર્મદા એસ.ઓ.જી પોલીસે જંગલ વિસ્તારમાં જીવના જોખમે શિકારીઓનો પીછો કર્યો, પણ છેલ્લી ઘડીએ સ્થિતિ પામી ગયેલા શિકારીઓ બંદૂક મૂકી ફરાર થઈ ગયા.
- ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં શિકારીઓ શિકાર કરવા જવાના હોવાની એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી
- નર્મદા એસ.ઓ.જી ની ટીમ શિકારીઓને પકડવા જંગલમાં ગઇ પણ ખરી, પણ શિકારીઓને ગંધ આવી જતાં શિકારીઓ 3 બંદૂક અને બાઈક મૂકી ફરાર
- ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં શિકારીઓને પોલીસ પકડવા આવી રહી હોવાની માહિતી શિકારીઓને આપી કોણે, લોકોમાં ચર્ચાતો પ્રશ્ન
વિશાલ મિસ્ત્રી રાજપીપલા: નર્મદા જીલ્લા માંથી ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવા પોલિસ વડા તરફથી અલગ અલગ પોલીસ ટીમોને સૂચના મળી હતી. એ સૂચનાને આધારે નર્મદા એસ.ઓ.જી પોલીસે ડેડીયાપાડાના જંગલ વિસ્તાર માંથી 3 બંદૂક ઝડપી પાડી છે. શિકારીઓ ફરાર થઈ જતાં એમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં અરવીંદ જયંતી વસાવા, દિલીપ નારસીંગ વસાવા, ધિરજ ગણપત વસાવા (રહે.ગાજરગોટા તા.ડેડીયાપાડા) તથા બીજા બે ઇસમો બાઈક પર ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો લઈ શિકાર કરવા નીકળ્યા હોવાની ચોક્કસ બાતમી નર્મદા એસ.ઓ.જી પીઆઈ કે.ડી.જાટ અને એમની ટીમને મળી હતી.બાતમીને આધારે તેઓ જંગલ વિસ્તારમાં વોચમાં અને શિકારીઓની શોધખોળ કરી રહ્યાં હતા, પોલીસ એમનો પીછો કરી રહી હોવાની ગંધ શિકારીઓને આવી જતા તેઓ 3 બંદૂક અને બાઈક મૂકી ફરાર થઈ ગયા હતા.એસ.ઓ.જી પોલીસ ટીમે 3 બંદુકો 3,000/- રૂની તથા મોટર સાયકલ 30,000/- રૂ ની જપ્ત કરી શિકારી આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શિકારીઓ શિકાર કરવા જતા હોવાની બાતમી જો પોલીસને મળતી હોય તો ડેડીયાપાડા વન વિભાગ શું કરતું હતું, ડેડીયાપાડા વન વિભાગની ભૂમિકા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.આ ઘટના પરથી એક બાબત સાબિત થાય છે કે નર્મદા એસ.ઓ.જી એ કરેલી આ કાર્યવાહીને પગલે ડેડીયાપાડા વન વિભાગ ઊંઘતું ઝડપાયું છે.ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં શિકારીઓને પોલીસ પકડવા આવી રહી હોવાની માહિતી શિકારીઓને આપી કોણે, એ પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
(આજનો Funrang જોક)
(ચમનને લૂઝ મોશન થઈ ગયાં. એ ડૉક્ટરને બતાવવા ગયો.)
અમન – સર, મારા દોસ્તને બહુ ઝાડા થઈ ગયાં છે.
ડૉક્ટર – અચ્છા… તો લીંબુ શરબત પીવાનું રાખો…
ચમન – (દુઃખી થતાં) સાહેબ, લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થયા છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz