- વન વિભાગના વોચમેનો (ચોકીદારો) એમ કહે છે કે આ વખતની ચૂંટણીમાં મનસુખ વસાવાને પાડી દેવાના છે: મનસુખ
- વસાવા યાદ રાખજો હું 1995 થી ચૂંટાતો આવું છું, મને પાડવા વાળા ઘણા લોકો જતા રહ્યાં છે: મનસુખ વસાવા
- પહેલાની સરકારના નેતાઓ ભ્રષ્ટ હતા એટલે એ વખતના અધિકારીઓએ મજબુર થવું પડતું હતું: મનસુખ વસાવા
- નર્મદા જિલ્લામાં “સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૨૨” નો પાંચમા તબક્કાનો દેડીયાપાડા તાલુકાના પાટડી ગામેથી તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુર્હત કરી શુભારંભ કરાવ્યો
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ નર્મદા જિલ્લામાં “સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૨૨” નો પાંચમા તબક્કાનો દેડીયાપાડા તાલુકાના પાટડી ગામેથી તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુર્હત કરી શુભારંભ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગના વોચમેનોને આડે હાથે લીધા હતા, એમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે વોચમેનો કહે છે કે આ વખતની ચૂંટણીમાં મનસુખ વસાવાને પાડી દેવાના છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પોતાને ચોકીદાર ગણાવે છે ત્યારે વન વિભાગના વોચમેનો (ચોકીદારો) માટે જ સાંસદ મનસુખ વસાવાનો વાણી વિલાસ ચર્ચાનો વિષય બન્યો છે.
ડેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓનું જીવન વન સંસ્કૃતિ સાથે જોડાયેલું છે, વન સંપત્તિ બચાવવી જરૂરી છે.હું આવુ કહું છું તો વોચમેનો કહે છે કે આ વખતની ચૂંટણીમાં મનસુખ વસાવાને પાડી દેવાના છે.તો મારે એ વોચમેનોને કેહવું છે કે તમે મને ચૂંટણીમાં પાડી દેજો મારે કોઈ વાંધો નથી.પણ એટલુ યાદ રાખજો હું 1995 થી ચૂંટાતો આવ્યો છું, સરકારમાં મંત્રી પણ રહી ચુક્યો છું.મને મંત્રીપદની કોઈ ઈચ્છા નથી હું તો માત્ર સાંસદ બની આદિવાસીઓ અને માનવજીવનના ઉત્થાનના કાર્યો કરવા માગું છું.યાદ રાખજો મને પાડવા વાળા ઘણા બધા જતા રહ્યા, ભાજપ મૂલ્ય વાળી પાર્ટી છે તો મૂલ્ય તો જાળવવું પડે.સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે તો પારદર્શક વહીવટ પણ બતાવવો પડે.પહેલાની અને હમણાની સરકારમાં ઘણો મોટો તફાવત છે, પહેલાની સરકારના નેતાઓ ભ્રષ્ટ હતા એટલે એ વખતના અધિકારીઓએ મજબુર થવું પડતું હતું, નેતાઓએ પોતાની છબી બદલવી જોઈએ
જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, જળ અભિયાન એ ગુજરાતની અતૃત્પ ધરાને જળસમૃધ્ધિથી સંતૃપ્ત કરવાનું અભિયાન છે. આ અભિયાન દ્વારા જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા, પાણીનો બગાડ ઘટાડવો અને સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ બનાવી ઉપલબ્ધ જળનો મહત્તમ લાભ મળી રહે તેવા આશય સાથે સહુ સાથે મળીને આ અભિયાનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
(આજનો Funrang જોક)
અમન – એવું કયું નામ છે જે અંગ્રેજી, હિન્દી અને ગણિત ત્રણેયમાં એક સાથે લખી શકાય?
ચમન – આટલું તો ખબર નથી ભાઈ…
અમન – વિનોદ…. V અંગ્રેજીમાં 9 (નો) ગણિતનો અને દ હિન્દીમાં….
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz