• સોશિયલ મિડીયામાં વિડીયો વાઈરલ થતાં વન વિભાગ એક્શનમાં આવ્યું.
  • કારની સ્પિડ વધારી સિંહના બચ્ચાને દોડાવતાં હોવાના વિડીયોમાં એક શખ્સ વિડીયો શૂટ કરવા, કારની સ્પિડ વધારવા કહેતો સાંભળવા મળે છે.

[Funrang Editor – Mr.   Mehulkumar Vyas – 9978918796]

જૂનાગઢ ગીરમાં સિંહના બચ્ચાની પાછળ કાર દોડાવીને તેને હેરાન કરવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. જેને પગલે એક્શનમાં આવેલા વન વિભાગે ચાર જેટલાં લોકોની ધરપકડ કરી હોવાની વિગતો જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ગૌરવ સમા એશિયાટિક લાયનને હેરાન કરનારા શખ્સોની પાછળ સિંહ દોડાવવા જોઈએ એવી કોમેન્ટ્સ સોશિયલ મિડીયા પર જોવા મળે છે.

સોશિયલ મિડીયામાં વાઈરલ થયેલાં વિડીયોમાં જોવા મળે છે કે, રાતના સમયે એક નાનકડાં માર્ગ પર નાની વયનો સિંહ જઈ રહ્યો હોય છે ત્યારે કારમાં સવાર એક શખ્સ ચાલકને કહે છે કે, જાવા દ્યો… ઘાએ ઘા… સ્પિડ વધારો ભલે અડી જાય… જાવા દ્યો.. ઘા એ ઘા… શૂટ કરો… શૂટ કરો… ઘા એ ઘા… જાવા દ્યો… તમે કોઈ ટેન્શન લો મા… જાવા દ્યો…

પાછળ કાર આવતી હોઈ નાની વયનો સિંહ ગભરાઈને ભાગે છે અને ભાગતાં ભાગતાં છેવટે ઝાડીઓમાં લપાઈ જાય છે. કારમાં બાદમાં ઉભી રહે છે. આશરે 58 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થયો હતો. જેને પગલે વન વિભાગ દ્વારા આ વિડીયો ઉચ્ચ અધિકારીઓ અને ડીસીએફને મોકલી દેવામાં આવ્યા હતાં.

સાઈબર તજજ્ઞોએ તપાસ કરતાં ભાવનગરમાં રહેતો મેડિકલ રિપ્રેઝેંટેટિવ શખ્સનું નામ સામે આવ્યું હતું. તેણે પુછપરછમાં ઘટના અંગેની વિગતો જણાવી હતી. જેને પગલે ઉત્પલ પંડ્યા, પાર્થિવ, દેવાંગ અને વ્રજેશને ઝડપી પાડવામાં આવ્યા હતાં. અધિકારીઓએ જણાવ્યું કે, સમગ્ર પ્રકરણમાં જે જૂનાગઢના વિસાવદર આસપાસ આસપાસ ગેરકાયદેસર રીતે સિંહ બતાવવાનું કામ કરતાં લખન મેરનું નામ પણ સપાટી પર આવ્યું છે.

(આજનો Funrang જોક)

ચમન – આજે હું લેડીસ ડ્રેસ ખરીદવા ગયો હતો…

અમન – તારા માટે?

ચમન – અરે તું વાત સાંભળને… દુકાનદારને મેં કીધું કે લેડિઝ ડ્રેસ બતાવો… તો દુકાનદાર મને કહે કે પત્ની માટે જોઈએ છે?

અમન – તે ના જ પાડી હશે…

ચમન – હા… તો કહે તો પછી ભારે બતાવું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.   રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.   v.   vyas@gmail.   com / funrangnews@gmail.   com પર મેઈલ કરો.   

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.   whatsapp.   com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *