[Mehulkumar Vyas – 9978918796]

મહેસાણા ગઈકાલે મોડી રાત્રે મંદિર વિસ્તારમાં રાજવી સોનલ ફ્લેટના નાકા પાસે એક ગાય મૃત્યુ પામી હતી. આજે સવારના સમયે સ્થાનિક રહીશ દ્વારા નગર સેવક અમિતભાઈ પટેલને ફોન પર આ અંગે જાણ કરવામાં આવી હતી. જેને પગલે તાત્કાલિક સ્થળ પર દોડી ગયેલા અમિતભાઈ પટેલે સેનેટરી શાખાના વડા દિલીપભાઈ ત્રિવેદીને આ અંગે જાણ કરી, મૃત ગાયનો નિકાલ કરવા જણાવ્યું હતું. નગર સેવક અમિતભાઈ પટેલના પ્રયાસોને કારણે માત્ર એક જ કલાકમાં મૃત ગાયનો નિકાલ કરી દેવામાં આવતાં, સ્થાનિક રહીશોએ આભાર માન્યો હતો.

(આજનો Funrang જોક)

(ટાઈગર અને પકડુંના નાનપણની વાત છે. બંને ખાસ મિત્રો અને સાથે જ ભણે… 8માં ધોરણમાં બંને સાથે જ નાપાસ થયા. એટલે સ્કૂલની બહાર પાળી પર જઈને બેઠાં)

ટાઈગર – દોસ્ત… આવું રિઝલ્ટ તો ના જ ચાલે… ચાલ આપઘાત કરી લઈએ…

પકડું – ના… પકડું એવું ના કરાય..

ટાઈગર – ના શું? આવું રિઝલ્ટ જોઈને મારો બાપો તો ઝૂડી જ નાંખશે… એના કરતાં…

પકડું – ચૂપ… મરવાની વાત ના કરીશ… નહીંતર… બીજા જન્મે ફરી બાળમંદિરથી શરૂ કરવું પડશે…

ટાઈગર – હંઅઅઅ… એ પણ છે નહીં… ચાલ ઘરે જઈને માર ખાઈ લઈએ… અને ભણવા પર ધ્યાન આપીએ..

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *