- સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 6 ગામ અસરગ્રસ્તોના પ્રશ્નો ધારાસભ્ય પી.ડી.વસાવાએ વિધાનસભામાં ઉઠાવ્યા.
- 60 વર્ષ પછી પણ નર્મદાના અસરગ્રસ્તના પ્રશ્નો સરકાર ઉકેલી નથી શકી આ તો કેવા પ્રકારનું શાસન છે: ધારાસભ્ય પી.ડી.વસાવા
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યાં વસતા આદિવાસીઓને કનડતા પ્રશ્નો ઉઠાવ્યા હતા.એમણે ભાજપના મંત્રીઓની હાજરીમાં સરકારને રોકડું પરખાવતા જણાવ્યું હતું કે લોકો ઓર્થોપેડિક ડોક્ટરને પૈસા આપી આપી થાકી ગયા છે રાજપીપળા-અંકલેશ્વર રોડ તો સારો બનાવો.
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે નર્મદા ડેમ બાંધકામમાં મહામૂલી જમીનો આપનાર ગરુડેશ્વર તાલુકાના અસરગ્રસ્ત પરિવારો આર્થિક, શેક્ષણિક, સામજિક રીતે પગભર બને તે માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ.સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આજુબાજુના લીમડી, નવાગામ, વાગડીયા, ગોરા, કોઠી, કેવડિયાના લોકોને પોતાના બાપ દાદાની મહામૂલી જમીનો પાછી આપવી જોઈએ તેમજ સંપાદન જમીનને બદલે જમીન તેમજ સંપાદન જમીનનું ચાર ઘણું વળતર તથા માળખાગત સુવિધા આપવી અને એ અસરગ્રસ્તોને સરકાર દ્વારા થતી હેરાનગતિ બંધ કરો.નર્મદા ડેમના ઉપર તથા નીચે વસતાં ગરુડેશ્વર તાલુકાના 70 ગામડાંના ખેડૂતોની દશા દયનિય થઈ છે, તેમને લિફ્ટ ઇરીકેશન કરી સિંચાઈ પીવા માટે પાણી ઝડપથી આપવા માંગ કરી હતી.
MLA પી.ડી.વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે 60 વર્ષ પછી પણ નર્મદાના અસરગ્રસ્તના પ્રશ્નો સરકાર ઉકેલી નથી શકી આ તો કેવા પ્રકારનું શાસન છે.ગુજરાત મહારાષ્ટ્રના વાણિજ્યને જોડતા પોઇચા બ્રિજ નજીક નવા બ્રિજ બનાવવો જોઇએ.મારા આદિવાસી વિસ્તારમાં શાળા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓ માટે સમયસર બસની સુવિધા ઉપલબ્ધ કરવા સરકારને વિનંતી છે.બિરસા મુંડા ટ્રાયબલ યુનીવર્સીટીમાં અધ્યાપકોની નિમણુંક અને વિધાર્થીઓને હોસ્ટેલની સુવિધા ઝડપથી મળવી જોઈએ.કરજણ ડાબા, જમણા કાંઠાની કેનાલ બાંધકામમાં ગેરરીતિ કરનાર ઠેકેદારોને સજા થવી જોઈએ.
(આજનો Funrang જોક)
ચમન – મને કોઈના પર ભરોસો નથી હવે…
અમન – તો મને એ વાત કયા ભરોસા સાથે કરી રહ્યો છે?
ચમન – તું મિત્ર છે યાર…
અમન – કોઈમાં બધાં જ આવી ગયા… એટલું સમજ કે તને ભરોસો છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz