- નડીયાદમાં પાંચ વર્ષ અગાઉ સપ્ટેમ્બર 2017માં બનેલા બહુચર્ચિત તાન્યા અપહરણ – હત્યા કેસનો ચુકાદો આવ્યો.
- ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતાં 18 લાખની ખંડણી માટે તાન્યાના અપહરણનો પ્લાન ઘડ્યો હતો.
- તાન્યા અપહરણનો મામલો સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં આરોપીઓ ફફડી ઉઠ્યા હતાં.
- વાસદ બ્રિજ પરથી જીવતી ફેંકી દેવાયેલી તાન્યાને માથામાં ઇજા થવાથી મૃત્યુ પામી હતી.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
નડિયાદ । પાંચ વર્ષ અગાઉ 7 વર્ષની બાળા તાન્યાનાં અપહરણ – હત્યા કેસમાં પાડોશી બે પુત્રો અને માતાને આજરોજ નડિયાદ અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, નડિયાદ સહિતના વિવિધ સ્થળોએ તાન્યાના પરિવારજનોને ન્યાય મળે તે માટે રસ્તા પર ઉતરી આવેલા લોકોએ હત્યારાઓને ફાંસી આપો એવા નારા લગાવ્યા હતાં.
નડિયાદના સંતરામ દેરી રોડ પર આવેલા લક્ષ ડુપ્લેક્ષમાં રહેતા મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલને ક્રિકેટ પર સટ્ટો રમવાની કુટેવ હતી. સટ્ટામાં લાખ્ખોનું દેવુ થઈ જતાં મિત પટેલે તેના ભાઈ ધ્રુવ ઉર્ફે બબુ વિમલકુમાર પટેલ અને માતા જીગીષાબહેન વિમલકુમાર પટેલ સાથે મળીને પાડોશમાં વૃદ્ધ દાદી સાથે રહેતી 7 વર્ષની માસૂમ તાન્યાનું અપહરણ કરી, 18 લાખની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. અને આ પ્લાનમાં અન્ય બે સગીરોને પણ સાથે લીધા હતાં.
પ્લાન અનુસાર તાન્યાનું અપહરણ કરી, વડોદરા પહોંચ્યા બાદ ખંડણી માટે ફોન કરવાનું નક્કી થયું હતું. અપહરણ કરવા માટે આરોપીઓએ અંબાજી દર્શન કરવા જવાના બહાને હુન્ડાઈ કારની વ્યવસ્થા કરી હતી. તા. 18 સપ્ટેમ્બર 2017ના રોજ બપોરના સમયે બે સગાભાઈ, માતા અને બે સગીર સાગરીતો નડિયાદ મોટી કેનાલ પર મળ્યા હતાં. તેમજ તાન્યાને મારી નાંખવાના ઇરાદે કારમાં પથરાં ભરી દેવાયા હતાં.
મીત અને એક સગીરે કાર લઈને લક્ષ ડુપ્લેક્સ પાસે પહોંચ્યા હતાં. સાંજના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારાનો લાભ લઈ મીતે તાન્યાને ચોકલેટ અને આઇસક્રિમ ખવડાવવાના નામે કારમાં બેસવા રાજી કરી દીધી હતી. બાદમાં નડીયાદથી આણંદ આવીને વિદ્યાનગર બિગ બજાર પાસેના હેવમોર આઈસ્ક્રિમ પાર્લર આગળ જઈ મીત પટેલે તાન્યાને સ્ટ્રોબેરી આઇસ્ક્રિમ ખવડાવ્યો હતો. ત્યાંથી વડોદરા જવાની તેઓની ગણતરી હતી.
બીજી તરફ, એક સગીર સાગરીતને વૃદ્ધા પાસે અઢાર લાખની ખંડણી માંગવા માટે મોબાઈલ નંબર આપીને આપ્યો હતો. ફોન કરતી વખતે સગીર ઓળખાઈ ના જાય તે માટે નવી ટી-શર્ટ, ટોપી અને મોં પર રૂમાલ બાંધવા અને હિન્દી ભાષામાં વાત કરવા જણાવ્યું હતું. જોકે, ફોન કરતાં પહેલાં વૃદ્ધાના ઘર પાસેથી પસાર થતાં સગીરે પોલીસ કાફલો જોયો હતો. અને પકડાઈ જવાની બીકે તેણે ખંડણીની માંગણી કરી નહોતી.
તાન્યા અપહરણનો મામલો ગણતરીના કલાકોમાં સોશિયલ મિડીયા પર છવાઈ ગયો હતો. અને પોલીસ પણ અપહરણકારોની શોધખોળ કરવા લાગી હોવાની જાણકારી મળતાં મીતને પકડાઈ જવાનો ડર લાગ્યો હતો. જેને કારણે તેણે રાત્રીના અંધકારનો લાભ લઈ વાસદ બ્રિજ પરથી માસૂમ તાન્યાને મહિસાગર નદીના ધસમસતાં પાણીમાં જીવતી ફેંકી દીધી હતી.
બ્રિજની ઉંચાઈ પરથી પડવાને કારણે તાન્યાના માથામાં ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે તેનું મોત નિપજ્યું હતું. જ્યારે મીત અને સગીર આરોપી વાસદથી નડિયાદ પહોંચ્યા હતાં. બાદમાં તા. 19 સપ્ટેમ્બર 2017ના રોજ મીતના ભાઈ ધ્રુવ, માતા જિગીષા અને બે સગીરો તાન્યાની વૃદ્ધ દાદી સાથે પોલીસ મથકે પણ ગયા હતાં. તેમજ બાદમાં તાન્યાની શોધખોળ કરવાનં નાટક પણ કર્યું હતું.
22 સપ્ટેમ્બર 2017ના રોજ વાસદ બ્રિજ પરથી મીતે બેભાન અવસ્થામાં જીવતી ફેંકી દીધેલી તાન્યાનો મૃતદેહ આંકલાવ પાસેના સંખ્યાડ ગામેથી મળી આવ્યો હતો. ત્રણ દિવસ સુધી મહિસાગર નદીમાં તણાયેલા તાન્યાના મૃતદેહને જળચર પ્રાણીઓએ ફાડી ખાધો હોઈ ક્ષતવિક્ષત થઈ ગયેલો હતો.
22 સપ્ટેમ્બર 2017ના રોજ પોલીસે મીત પટેલ, ધ્રુવ પટેલ અને એક સાગરીતને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર સાથે ઝડપી પાડ્યા હતાં. તેઓએ 18 લાખની ખંડણી માટે તાન્યાના અપહરણ કર્યું હોવાની અને બાદમાં પકડાઈ જવાની બીકે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. બીજી તરફ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. 28 સપ્ટેમ્બર 2017ના રોજ પોલીસે મીતની માતા જીગીષાની પણ ધરપકડ કરી હતી.
અપરહણ – હત્યા કેસનો કેસ નડિયાદ એડિ. સેશન્સ ડી. આર. ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુર તથા પી. આર. તિવારી અને મૂળ ફરિયાદીના વકીલ સંઘર્ષ ટી. બાજપાઈ દ્વારા 29 સાક્ષીઓ તેમજ 97 જેટલાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતાં. સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુરે માસૂમ બાળકીની નિર્દયપણે હત્યા કરનાર આરોપીઓને સખત સજા કરવા રજૂઆત કરી હતી.
આજરોજ નામદાર કોર્ટે તમામ આરોપીઓને કસુરવાસ ઠેરવી મીત પટેલ, ધુવ પટેલ અને તેઓની માતા જીગીષા વિમલકુમાર પટેલને આજીવન કેદની સજા તેમજ મૃતકના માતા – પિતાને રૂ. 4 લાખ વળતર ચુકાવવાનો આદેશ કર્યો હતો.
(આજનો Funrang જોક)
(ચમન દોડતો જઈ રહ્યો હતો. અમને એને રોક્યો)
અમન – અરે શું કામ દોડી રહ્યો છે?
ચમન – અલે પેલી પાછળ પડી છે…
અમન – કેમ?
ચમન – અરે મેં એને કીધું કે દીલ ચીરીને જો એમાં તારું જ નામ લખેલું જોવા મળશે… ત્યારથી ગાંડી ચપ્પુ લઈને પાછળ પડી છે… જો આવી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz