- ➡ નિઃશુલ્ક કાઢી આપવાના બીપીએલ કાર્ડ માટે લાંચ લેવામાં આવતી હતી.
- ➡ નાંદોદ તાલુકાનો કરાર આધારિત કર્મી 10 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના નંદોદ તાલુકામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.નાંદોદ તાલુકા પંચાયતના કરાર આધારિત કર્મચારીને માત્ર 10 રૂપિયાની લાંચ લેતા એ.સી.બી એ રંગે હાથ ઝડપી પાડ્યો છે.
નર્મદા એ.સી.બી ને એવી માહિતી મળી હતી કે નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂ 10/- થી રૂ।.10પ/- સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જો લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે.એ બાબતની ખરાઈ કરવા નર્મદા એ.સી.બી એ એક જાગૃત નાગરિકને સાથે રાખી નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે છટકાનું આયોજન કર્યું હતું.દરમિયાન નાંદોદ તાલુકા પંચાયતનો ડી.આર.ડી.એ શાખાનો કરાર આધારિત
કોમ્પ્યુટર ઓપરેટર કર્મચારી પ્રવિણ શનાભાઈ તલાર જાગૃત નાગરિક સાથેની વાતચીત દરમિયાન બીપીએલ દાખલો કાઢી આપવા રૂ।.10/- ની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયો હતો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg