- પ્રાથમિક સ્વૈચ્છીક શિક્ષણ સંઘની રજૂઆત છતાં કોના દબાણ હેઠળ HTAT વગરના શિક્ષકને કેળવણી નિરીક્ષકનો ચાર્જ આપી રખાયો છે?
- જુના શિક્ષકો જબરજસ્તીથી કેળવણી નિરીક્ષકની ખુરસીને ચીપકી પોતાના તાલુકાઓમાં ખુબ દાદાગીરી કરે છે અને શિક્ષકોને ધમકાવે છે?
- નર્મદા જિલ્લામાં 30 થી 40 જેટલા HTAT પરીક્ષા પાસ સિનિયર શિક્ષકો હોવા છતાં અન્યને ચાર્જ કેમ?
- HTAT પાસ મેરિટમાં આવતા સીનિયોરિટી મુજબ શિક્ષકને કેળવણી નિરીક્ષકનો ચાર્જ આપી દઈ જેતે જુના ઇન્ચાર્જને હટાવી દેવાય શિક્ષકોની માંગ.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓનું ઈસ્પેક્શન અને દેખરેખ રાખવાની જવાબદારી તાલુકા શિક્ષણાધિકારી, તાલુકા કેળવણી નિરીક્ષકોની હોય છે. રાજ્ય સરકાર શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે HTAT પાસ શિક્ષક હોય તેને જ તાલુકા શિક્ષણાધિકારી કે તાલુકા કેળવણી નિરીક્ષકો તરીકેની નિમણૂંક અથવા ચાર્જ આપવામાં આવે છે. જો HTAT પાસ શિક્ષકો ના હોય તો મુ. શિક્ષક કે સિનિયર શિક્ષકને ચાર્જ આપવાનો હોય છે.
પરંતુ નર્મદામાં પ્રા. શિક્ષક HTAT પાસ નથી એવા શિક્ષકો પાસે કેળવણી નિરીક્ષકનો ચાર્જ છે. નર્મદા જિલ્લામાં 30 થી 40 જેટલા HTAT પરીક્ષા પાસ સિનિયર શિક્ષકો હોવા છતાં એવું કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. શિક્ષણ આલમમાં ચર્ચાઓ તો એવી પણ છે કે જુના શિક્ષકો જબરજસ્તીથી કેળવણી નિરીક્ષકની ખુરસીને ચીપકી પોતાના તાલુકાઓમાં ખુબ દાદાગીરી કરે છે અને શિક્ષકોને ધમકાવે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી દ્વારા સરકારના નિયમ પ્રમાણે HTAT પાસ મેરિટમાં આવતા સીનિયોરિટી મુજબ શિક્ષકને કેળવણી નિરીક્ષકનો ચાર્જ આપી દઈ જેતે જુના ઇન્ચાર્જને હટાવી દેવાય શિક્ષકોની માંગણી છે.
HTAT પાસ વગરના વર્ષોથી ચીપકી રહેલા શિક્ષકોની દાદાગીરી અને HTAT પાસ શિક્ષકોના હક્ક માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સંલગ્ન નર્મદા જિલ્લા પ્રાથમિક સ્વૈચ્છિક મહાસંઘ દ્વારા પણ જિલ્લા શિક્ષણાધિકારી 12 જાન્યુઆરી 2022 અને 16 માર્ચ 2022 એમ બે વાર આ મામલે રજૂઆત કરાઈ હતી છતાં પ્રાથમિક શિક્ષણ વિભાગના પેટનું પાણી હાલતું નથી. ત્યારે HTAT પાસ શિક્ષકોને શિક્ષણ વિભાગ ન્યાય ક્યારે આપે છે એ હવે જોવું રહ્યું.
(આજનો Funrang જોક)
ચમન – ભાઈ આજે કેક જોઈને મને વજન ઘટાડવાનો વિચાર આવ્યો. . .
અમન – અચ્છા, સારો વિચાર કર્યો. . . પણ, પછી શું થયું?
ચમન – મેં કેકની સામે જોયું. . . કેકે મારી સામે જોયું. . . અને પછી કેકનું વજન ઘટી ગયું. . .
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz