• ભાજપના સાંસદ મનસુખ વસાવાને જાહેરમાં તમાચો મારવાની ભાજપ આદિજાતી મોરચનાના કારોબારી સભ્ય અમિત વસાવાની સોશિયલ મિડીયામાં ચીમકી.

[Funrang Editor – Mr.    Mehulkumar Vyas – 9978918796]

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લા ભાજપના ભાજપ કાર્યકર અમિત વસાવાએ ભાજપ સાંસદ મનસુખ વસાવા અને રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરત વસાવાને જાહેર મંચ પર તમાચો મારવાની ચીમકી આપતા ખળભળાટ મચ્યો છે. અમિત વસાવાનો ચીમકી આપતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે પ્રમુખ તરીકે એક વર્ષ પૂરું કર્યું એ નિમિતે એમનો સન્માન સમારંભ યોજાયો હતો. એ સમારંભમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા પાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ ભરત વસાવાના ભારોભાર વખાણ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્ય ભરત વસાવા રાજપીપળા પાલિકાના વહીવટમાં સહકાર આપે છે એ ખૂબ સારી બાબત કહેવાય.

ત્યારે મનસુખ વસાવાની આ જ વાતને લઈને ભાજપના કાર્યકર અમિત વસાવાએ સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવ્યો હોવો જોઈએ. નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના કાર્યકર અમિત વસાવાએ પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે મનસુખ લાલ વિપક્ષના ઘણા વખાણ કરે છે, એટલે એમને જાહેર મંચ પરથી બે તમાચ મારીશ.મનસુખ વસાવાને પણ તમાચ મારીશ અને ભરત વસાવાને પણ તમાચ મારીશ.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અમિત વસાવાએ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભરત વસાવા સામે ભાજપ માંથી ઉમેદવારી નોંધાવી હતી. એ ચુંટણીમાં અમિત વસાવાની હાર થઈ હતી.ચૂંટણી પરિણામના થોડા સમય બાદ અમિત વસાવા પર હુમલો પણ થયો હતો અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

(આજનો Funrang જોક)

ચમન – યાર, પેલો ગગો બહુ સિગરેટ પીતો હતો, તો એની બૈરીએ એને બાબા રામદેવના યોગાના વિડીયો બતાવવાનું શરૂ કર્યું… 

અમન – સિગરેટની આદત છુટી ગઈ? 

ચમન – અરે ના… હવે તો ગગો પગથી પણ બીડી પીતો થઈ ગ્યો…   

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.    whatsapp.    com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *