વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર સ્વામી હરિચરણ દાસજી મહારાજનું રવિવારે વહેલી સવારે ગોંડલ ખાતે બ્રહ્મલીન થતા એમના શિષ્યોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. એમની અંતિમ ઈચ્છા મુજબ ગોરા નર્મદા તટે એમની અંતિમ વિધિ એમના અનુગામીના હસ્તે કરાઈ હતી.
ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર સ્વામી હરિચરણદાસજી મહારાજ સોમવારે બ્રહ્મલીન થયા હતા. ખાસ તેઓની ઈચ્છા પ્રમાણે જ ગોડલથી પાર્થિવ દેહને નર્મદા તટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગોરા આશ્રમ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં તેઓને બાપુના અનુગામી જેરામ દાસ મહારાજના હસ્તે મુખાગ્નિ અપાઇ હતી. ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પણ આજે કેવડિયા ખાતે ગોરા અને પોતાના પરિવાર સાથે ગુરુદેવના અંતિમ દર્શન કર્યા હતા. ખાસ કરીને ચેતેશ્વર પૂજારા અને તેઓનો પરિવાર હરિચરણદાસજી મહારાજમાં ખૂબ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે.
હરિચરણ દાસ બાપુ બ્રહ્નલીન થતા નર્મદા જિલ્લાના ગરૂડેસ્વર નજીક ગોરા ખાતે તેઓને અનુગામી જેરામ દાસ મહારાજના હસ્તે મુખાગ્નિ અપાઇ હતી. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, બાપુના શિષ્યો અનુયાયીઓ ઉપસ્થિત રહયા હતા અને સૌ ચૌધર આંસુએ રડી પડયા હતા. હરિચરણ બાપુના 100 વર્ષ થતા હાલમા શતાબ્દી વર્ષ ઉજવવામાં આવ્યું હતું, બાપૂએ સમાજ ઉપયોગી ઘણા કાર્યો કર્યા હતા.
વિશ્વવંદનીય સંત પ.પૂજ્ય 1008 શ્રી હરિચરણદાસજી બાપુના પાર્થિવ દેહને ગોંડલ રામજી મંદિરમાં ગઈકાલે સવારે 8 થી 4 સુધી પૂજ્ય દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો.મંગળવારે સવારે 7 વાગ્યે ગોરા ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી,જેમાં આપણા નર્મદા જીલ્લાનાં અખીલ ભારતીય સંત સમીતી અધ્યક્ષ શ્રી સીધ્ધેશ્વર સ્વામીજી તથા જિલ્લા ઉપાધ્યક્ષ પ.પૂ. કૃપલા નંદજી મહારાજ તથા જિલ્લા કારોબારીના વરિષ્ઠ સંત પ.પૂ. કમલાકરજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
(આજનો Funrang જોક)
ચમન – યાર, પેલો ગગો બહુ સિગરેટ પીતો હતો, તો એની બૈરીએ એને બાબા રામદેવના યોગાના વિડીયો બતાવવાનું શરૂ કર્યું…
અમન – સિગરેટની આદત છુટી ગઈ?
ચમન – અરે ના… હવે તો ગગો પગથી પણ બીડી પીતો થઈ ગ્યો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz