• પિયરીયાની શંકાને પગલે પોસ્ટમોર્ટમ કરાવાતાં ગળા પર ઇજાના નિશાન મળી આવ્યા.
  • 35 વર્ષિય રોક્ષાબહેનના મૃત્યુને પગલે બે સંતાનોએ માવતર ગુમાવ્યું.
  • મંગળવારે સવારે બાથરૂમમાં પડી જવાને કારણે મોત નિપજ્યું હોવાની સાસરીયાંની કેફિયત.

Mehulkumar Vyas. [9978918796]

આણંદ | પ્રખ્યાત ‘ઠક્કર ખમણ હાઉસ’નાં માલિકની પત્ની રોક્ષાબહેનનું મંગળવારે સવારે ભેદી સંજોગોમાં મોત નિપજ્યું હતું. જેમાં પિયરીયાંઓ દ્વારા હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોર્સ્ટમોર્ટમમાં ગળા પર ઇજાના નિશાન મળ્યા હતાં. જોકે, પોલીસે હાલના તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

બોરસદ – આણંદ રોડ પરની લેગસી સોસાયટીમાં રહેતાં અને આંણંદ ખાતે ‘ઠક્કર ખમણ હાઉસ’ ધરાવતાં અમિત ઠક્કરના લગ્ન સુરતના રહેવાસી રોક્ષાબહેન સાથે પંદરેક વર્ષ અગાઉ થયા હતાં. રોક્ષાબહેન એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનના માતા હતાં.

મંગળવારે સવારે સુરત રહેતાં રોક્ષાબહેનના નાનાભાઈ ધવલ ગંગદેવન સહિતના પરિવારજનોને ફોન દ્વારા જાણ જાણ કરવામાં આવી હતી કે, બાથરૂમમાં નહાવા જતી વખતે પડી જવાથી રોક્ષાબહેનને ઇજા પહોંચી છે. અને થોડીવાર બાદ ફોન કરીને કહેવામાં આવ્યું કે, રોક્ષાબહેનનું મૃત્યુ થયું છે.

મૃત્યુ અંગેની જાણ થતાં રોક્ષાબહેનના પિયરીયા તાત્કાલિક સુરતથી બોરસદ આવવા રવાના થઈ ગયા હતાં. પિયરીયાઓ પહોંચે એ પહેલાં જ રોક્ષાબહેનની અંતિમવિધીની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે ધવલ ગંગદેવ સહિતના પિયરીયાઓ દ્વારા રોક્ષાબહેનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

ભેદી સંજોગોમાં મૃત્યુ પામેલા રોક્ષાબહેને સોમવારે મોડી રાત્રે પોતાના ભાઈને વ્હોટ્સએપ પર ફરતો એક મેસેજ ફોરવર્ડ કર્યો હતો. જેમાં કરીયાવરની પ્રથા અંગે વાત કરાઈ હતી. અને પતિ બાપના ઘરે જવાની ધમકી આપી ના શકે તે માટે એક ફ્લેટ કરીયાવરમાં દિકરીને પિયરીયાએ આપવો જોઈએ એવી વિગતો હતી. સવારે ધવલભાઈએ બહેનનો મેસેજ વાંચ્યો હતો. જોકે, વ્યસ્તતાને કારણે ફોન કરી શક્યા નહોતાં. અને ત્યારબાદ જ ચોંકાવનારા સમાચાર મળ્યા હતાં.

ધવલ ગંગદેવના મોટાભાઈ અંકુર ગંગદેવ કેટલાંક વર્ષો પહેલાં બોરસદ ખાતે બહેનના ઘરે રહેવા ગયા હતાં. ત્યારે રાત્રે તેણે બહેનના રડવાનો અને તેને માર પડતો હોય તેવાં અવાજ સાંભળ્યો હતો. એ વખતે રોક્ષાબહેન બંને બાળકો સાથે પિયર રહેવા જતી રહી હતી. દોઢેક મહિના પિયરમાં રહ્યા બાદ સમાધાન થતાં તેઓ સાસરીમાં પરત ફર્યા હતાં.

પિયરીયાંઓએ હત્યાની આશંકા વ્યક્ત કરતાં બુધવારે કરમસદ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ગળા પર ઇજાના નિશાન મળ્યા હતાં. હાલ પોલીસ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 ➡ (આજનો Funrang જોક)

ટાઈગર – દોસ્ત, ડૉક્ટરનો એકવાત માટે ખાસ આભાર માનવો પડે.

પકડું – કઈ વાત ટાઈગર?

ટાઈગર – ડૉક્ટર ક્યારેય નથી કહેતાં કે, છુટ્ટા નથી… એમ હોય તો બીજી કોઈ દવા લખી આપું અથવા તો નાનું ઓપરેશન કરી આપું…

પકડું – ટાઈગર, ડૉક્ટરને છુટ્ટામાં રસ જ નથી હોતો… એટલે…

 ➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

 ➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

 ➡ (ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *