• ધૂળની ડમરી ઉડતી હોઈ ઘોડાને રેસના માર્ગની પાસેનો વીજ થાંભલો ઘોડા અને ઘોડેસવારને દેખાયો નહીં.
  • થાંભલા સાથે ભટકાવાને કારણે ઘોડેસવારને માથા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી.

[Mehulkumar Vyas – 9978918796]

ભુજ ગઈકાલે રવિવારના રોજ માંડવી તાલુકાના ત્રગડી ગામની સીમમાં યોજાયેલી રેસમાં એક અશ્વ વીજ થાંભળા સાથે અથડાતાં અસ્વારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે ગંભીર રીતે ઈજા પામેલા ઘોડેસવાર રાજદીપસિંહ જાડેજાનું મૃત્યુ નિપજતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.

રવિવારે બપોરના સમયે માંડવી તાલુકાના ત્રગડી અને ગુંડીયાડી ગામ વચ્ચે આવેલી સીમમાં ઘોડાની રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રગડી ગામના રાજદીપસિંહ જાડેજા સહિત જિલ્લાના વિવિધ ઘોડેસવારોએ રેસમાં ભાગ લીધો હતો.

રેસ શરૂ થતાં જ ઘોડાઓ દોડવા માંડ્યા હતાં. ઘોડાઓ દોડવા માંડ્યા એટલે ધુળની ડમરીઓ ઉડવા લાગી હતી. ધુળની ડમરીને કારણે રેસ માર્ગની નજીકનો વીજ થાંભલો રાજદીપસિંહ જાડેજાની નજરે ચડ્યો નહીં. જેને પગલે તેઓ ઘોડા પર નિયંત્રણ મેળવી શકે એટલો સમય પણ તેમની પાસે રહ્યો નહોતો. અને ઘોડો જોરથી વીજ થાંભલા સાથે ભટકાઈ ગયો હતો.

ઘોડો વીજ થાંભલા સાથે ભટકાયા બાદ ઘોડેસવાર રાજદીપસિંહ પણ થાંભલા સાથે ટકરાઈને જમીન પર પટકાઈ ગયા હતા. બનાવમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે તેઓનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવને પગલે ત્રગડી ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

(આજનો Funrang જોક)

ટાઈગર – ભાઈ સાચો દોસ્ત કોને કહેવાય?

પકડું – સાચો દોસ્ત, એ હોય જે મદદ કરતાં પહેલાં પેટ ભરીને ગાળો આપે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *