- ગાંધીધામ એ ડિવિઝનના ત્રણ સહિત 4 પોલીસ કર્મી કારમાં ગીત પર ઝૂમ્યા એનો વિડીયો વાઈરલ થયો.
- એક પોલીસ કર્મીની બનાસકાંઠા જિલ્લામાં ટ્રાન્સફર થઈ હોઈ, તેની સામે પગલાં લેવા જાણ કરાઈ.
Mehulkumar Vyas. [9978918796]
ગાંધીધામ | કારમાં વાગતાં “भंडारे में नाचे मारी बिंदणी रे” ગીત ચાર પોલીસ કર્મીઓએ મોજમાં આવી ગયા હોવા અંગેનો વિડીયો તા. 19 જાન્યુઆરીના રોજ સોશિયલ મિડીયામાં વાઈરલ થયો હતો. જેને પગલે ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જ્યારે ચોથા કર્મી સામે કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં જગદીશ ખેતાભાઈ સોલંકી, હરેશ ઇશ્વરભાઈ ચૌધરી અને રાજા મહેન્દ્રકુમાર હિરાગર તેમજ હાલ બનાસકાંઠા જિલ્લામાં ટ્રાન્સફર થઈ ગયેલો અન્ય એક પોલીસ કર્મીનો એક વિડીયો ગઈકાલે સોશિયલ મિડીયા અને ન્યૂઝ માધ્યમોમાં વાઈરલ થયો હતો.
વાઈરલ થયેલાં વિડીયોમાં યુનિફોર્મ પહેરી ફરજ બજાવતાં પોલીસ કર્મીઓ કારમાં વાગતાં “भंडारे में नाचे मारी बिंदणी रे” ગીત સાથે તાલ મેળવીને મોજ કરતાં જોવા મળે છે. સોશિયલ મિડીયામાં આ વિડીયો વાઈરલ થતાં ગાંધીધામ પૂર્વ – કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા ગાંધીધામ એ ડિવિઝનના ત્રણેય પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતાં. જ્યારે વિડીયોમાં દેખાતો એક પોલીસ કર્મી હાલ ટ્રાન્સફર થઈને બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવી રહ્યો હોવાથી, બનાસકાંઠા જિલ્લા પોલીસને પણ કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.
ફરજ પર યુનિફોર્મ પહેરેલી હાલતમાં ગીતો ગાઈને ઝૂમવા સાથે પોલીસ કર્મીઓએ ટ્રાફિક નિયમની અવગણના કરી હોવાને પગલે, શિસ્તબદ્ધ વિભાગને ન શોભે તેવું વર્તન કરાયું હોવાની નોંધ લેવાઇ છે. તેમજ સમાજમાં પોલીસની છબી ખરડાય એવું અશોભનિય વર્તન કરવામાં આવ્યું હોવાથી પોલીસ અધિક્ષક દ્વારા તાત્કાલિક અસરથી ખાતાકીય રાહે પગલાં ભરવામાં આવ્યા હતાં.
➡ (આજનો Funrang જોક)
ટાઈગર – દોસ્ત, ડૉક્ટરનો એકવાત માટે ખાસ આભાર માનવો પડે.
પકડું – કઈ વાત ટાઈગર?
ટાઈગર – ડૉક્ટર ક્યારેય નથી કહેતાં કે, છુટ્ટા નથી… એમ હોય તો બીજી કોઈ દવા લખી આપું અથવા તો નાનું ઓપરેશન કરી આપું…
પકડું – ટાઈગર, ડૉક્ટરને છુટ્ટામાં રસ જ નથી હોતો… એટલે…
➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
➡ (ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz