• શુલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા એક આરતીના યજમાન પદના 2500 ચાર્જ નક્કી કર્યા
  • શુલપાણેશ્વર મંદિર અને ઘાટના સમારકામ માટે આ રકમ ખર્ચ થશે
  • 51 દીવાની 7 આરતી રોજની થતી હોય રોજના કુલ 7 ભક્તો યજમાન પદનો લાભ લઇ શકશે

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીના ગોરા ઘાટ પર હવેથી નર્મદા આરતી રોજ થશે જોકે તેનું લોકાર્પણ વિધવિત હજુ બાકી છે પરંતુ તંત્ર દ્વારા નિર્માણ ઘાટ પર રોજ 51 દીવાની 7 આરતી કરવામાં આવી રહી છે. હાલ આ આરતી બ્રાહ્મણો કરી રહ્યા છે અને પરંતુ શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે એક સંયુક્ત નિર્ણય કર્યો છે કે આ મહા આરતી માટે ભક્તો અને પ્રવાસીઓ પણ યજમાન બની શકશે.રોજના 7 જેટલા ભક્તોને યજમાન પદ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. યજમાન પદ મેળવી ભક્તો આરતીનો સંકલ્પ લેશે અને બ્રાહ્મણો દ્વારા મહાઆરતી કરવામાં આવશે.

શુલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા એક આરતીના યજમાન પદના 2500 ચાર્જ નક્કી કર્યા છે.આ રકમનો શુલપાણેશ્વર મંદિર અને ઘાટના સમારકામ માટે ખર્ચ થશે.આમ રોજના 7 યજમાન આરતી કરાવે તો રોજની 17,500 રૂપિયાની આરતીની આવક થશે.અત્રે ઉલ્લખનીય છે કે આ મહા આરતીનો રેટ હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટની વેબસાઈડ પર મુકવામાં આવ્યો છે.એટલે પ્રવાસીઓ ટિકિટ બુક કરાવે તો સાથે જો તેમની ઈચ્છા નર્મદા ઘાટ મહા આરતીની કરાવવાની હોય તો 2500 રૂપિયા ભરીને આરતી બુક કરાવી શકે છે.એવી જ રીતે જેમને ભગવાન શૂલપાણેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજા કરવી હોય અથવા ઘ્વાજારોહણ, સંકલ્પ પૂજા કરવી હોય તો તેનો પણ ચાર્જ આગામી દિવસોમાં નક્કી કરી વેબસાઈડ પર મુકવામાં આવશે.શૂલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા તેમની વેબસાઈડ લોન્જ કરાશે.જેમાં વિવિધ પૂજા અને આરતીના ચાર્જ મેન્શન કરવામાં આવશે.આ ચાર્જ માત્રને માત્ર મંદિર મંદિર પરિસર નર્મદા ઘાટ સહીતની સફાઈ અને સમારકામ માટે એકત્રિત કરવામાં આવી રહ્યો છે.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર તને ગુજરાતીનું અંગ્રેજી કરતાં ફાવે…

ટાઈગર – અરે હા.. બોલને…

પકડું – સંતોષ પાસે કેરી છે…. આનું અંગ્રેજી શું થાય?

ટાઈગર – Satisfaction have mango

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *