- ગિરનારમાં 3000 ફૂટ ઉંચી પત્થરની શીલા ચડતાં પ્રેમ કાછડિયાનો વિડીયો વાઈરલ.
- પ્રેમ કાછડીયાને વન વિભાગના સર્કિટ હાઉસમાં આવવા ફરમાન કરાયું.
Mehulkumar Vyas. [9978918796]
જૂનાગઢ । ગરવા ગીરનાર પર 3000 ફૂટ ઉંચી પત્થરની શીલા પર આવેલા ભૈરવ જપ જગ્યાના મુશ્કેલ રસ્તા પર પ્રેમ કાછડિયા જાણે સ્પાઈડરમેન હોય એમ શીલાઓ ચડ્યો હતો. આ અંગેનો વિડીયો વાઈરલ થતાં વન વિભાગને જાણે પ્રેમ કાછડિયા પર પ્રેમ ઉભરાઈ આવ્યો હોય, એમ એને મળવા બોલાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રેમ છેલ્લાં 20 વર્ષોથી આ જગ્યાએ દર્શન કરવા જાય છે. જોકે, વિડીયો ના બન્યો ત્યાં સુધી વન વિભાગને આની કોઈ જાણકારી હતી નહીં.
ગીરનારમાં અનેક એવી જગ્યાઓ છે જેના વિશે લોકોને ખાસ ખબર નથી. એવી જ એક જગ્યા ભૈરવ જપ, લગભગ 3000 ફૂટ ઉંચા પત્થરની શીલા પર આવેલા ભૈરવ દાદાના દર્શન કરવા માટે સામાન્ય રીતે ખૂબ જ ઓછા લોકો આવતાં હોય છે. અને અહીં પગથિયા પણ બનાવાયા નથી. પ્રેમ કાછડિયા પોતાના ગુરુ બ્રહ્મદાસ બાપુ સાથે અહીં છેલ્લાં 20 વર્ષોથી નિયમિત રીતે આવે છે.
અકસ્માતને કારણે પગમાં ખોટ આવવા છતાં, પ્રેમ કાછડિયાનો ભૈરવદાદા પ્રત્યેનો પ્રેમ લવલેશ ઓછો નથી થયો. અત્યંત જોખમી એવી જગ્યાઓ પરથી ચઢતાં પ્રેમને પડી જવાનો સ્હેજેય ભય નથી. ગુરુ પાસેથી મળેલી પ્રેરણા અનુસાર તે આ જગ્યા પર અવરજવર કરતો હોય છે.
બે દિવસ અગાઉ પ્રેમ કાછડિયાનો શીલા પર ચડવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો હતો. લોકોએ પ્રેમ કાછડિયાને ગુજરાતી સ્પાઈડરમેન તરીકે ઓળખાવ્યો હતો. વિડીયોમાં પ્રેમ એવી એવી જગ્યાઓથી શીલા ચડે છે કે જે ભલભલાં હાંજા ગગડાવી નાંખે.
છેલ્લાં 20 વર્ષોથી ભૈરવ જપ જતાં પ્રેમ કાછડિયા વિશે વન વિભાગને સોશિયલ મિડીયા દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ હતી. અને તાબડતોબ પ્રેમને વન વિભાગના સર્કિટ હાઉસમાં હાજર થવા ફરમાન છોડવામાં આવ્યું હતું.
(આજનો Funrang જોક)
પકડું – ભાઈ ટાઈગર બહુ એકલું લાગે છે.
ટાઈગર – કેમ શું થયું?
પકડું – અરે યાર પહાડ પર જઈને બુમ પાડી કે, I LOVE YOU..
ટાઈગર – સરસ… તો શું થયું…
પકડું – પડઘા પડ્યા કે I HAVE A BOYFRIEND….
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz