- છેલ્લાં બે વર્ષ કોરોના મહામારીને કારણે ભવનાથનો મેળો રદ કરવામાં આવ્યો હતો.
- શિવરાત્રી નિમિત્તે યોજાતાં ભવનાથ મેળામાં 12 થી 15 લાખ દર્શનાર્થીઓ ઉમટી આવે છે.
[Mehulkumar Vyas – 9978918796]
જૂનાગઢ । કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવાથી બે વર્ષના વિરામ બાદ આ વર્ષે ભવનાથ મેળાને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શિવરાત્રી ટાણે યોજાતા ભવનાથ મેળાની પરંપરા અનુસારની ઉજવણીનું લાઈવ પ્રસાર કરાયુ હતું.
આગામી મહિને મહાદેવનાં પૂજન – અર્ચન માટેની મહત્વની એવી શિવરાત્રી આવી રહી છે. જૂનાગઢમાં ગીરનાર તળેટીમાં શિવરાત્રી નિમિત્તે પ્રાચીન પરંપરા અનુસાર ભવનાથનો મેળો યોજાતો હોય છે. દર વર્ષે યોજાતાં ભવનાથના મેળામાં 12 થી 15 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી આવતાં હોય છે. છેલ્લાં બે વર્ષ કોરોના મહામારીને પગલે પરંપરાગત રીતે મેળો યોજવાની તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી નહોતી.
આ શિવરાત્રીએ તંત્ર દ્વારા ભવનાથના મેળાને પરવાનગી આપશે કે નહીં તે અંગે સાધુ સંતો, શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યા હતાં. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જન આસ્થાને ધ્યાનમાં રાખી ભવનાથના મેળો યોજવા મંજુરી આપી છે. જેને પગલે શ્રદ્ધાળુઓમાં હરખ વ્યાપી ગયો છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, કાલે રાત્રે બાથરૂમ ગયો તો અંદર ભૂત હતું.
પકડું – પછી… પછી શું થયું?
ટાઈગર – કંઈ નહીં… મેં તો ભૂતને કહી દીધું, તમે પતાવી લો… મારી તો થઈ ગઈ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz