- ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કરવામાં આવતાં મામલો સામે આવ્યો.
- બર્થ ડે પાર્ટી માટે બહારથી પણ લોકોને જેલમાં જવા દેવાયા હોવાની ચર્ચા.
- ગત જાન્યુઆરી માસમાં બર્થ ડે પાર્ટી ઉજવાઈ હોવાનું કહેવાય છે.
[Mehulkumar Vyas – 9978918796]
જૂનાગઢ । ગુનેગારો માટે જેલ એ તો જાણે પિકનિક સ્પોટ હોય એમ લાગે છે. જેલમાં મોબાઈલથી માંડી અન્ય ઘણી સગવડો ગુનેગારોને પ્રાપ્ત થતી હોય છે. “રૂપિયા ફેંક તમાશા દેખ”નો મંત્ર બરોબર જાણતાં ગુનેગારોને પોલીસને ખરીદવાના તમામ પેંતરા ખબર હોય જ છે. તો બીજી તરફ, પોતાના અંગતલાભ માટે થોડા – ઘણાં નાણાંમાં ફરજની ફજેતી થવા દેવા તૈયાર પોલીસ કર્મીઓનો પણ તોટો નથી.
હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં જૂનાગઢની જેલમાં બંધ કેદીનો ઠાઠથી બર્થ ડે ઉજવવામાં આવી રહ્યો હોય એમ જોવા મળે છે. બેરેકમાં બંધ કેદીઓ ફટાકડાં ફોડી રહ્યા છે. આ બર્થ ડે પાર્ટી ગત જાન્યુઆરી માસમાં ઉજવવામાં આવી હોય એમ કહેવામાં આવી રહ્યું છે.
બર્થ ડે પાર્ટી માટે જેલમાં બિયરની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હોવાનું તેમજ બહારથી લોકોને જેલમાં પ્રવેશવા દેવાયા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે. જેલમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરવા દેનાર કર્મચારીઓની આબરૂની લગીરેય પરવા ના હોય, એમ બર્થ ડે પાર્ટીના વિડીયો પોસ્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કરવામાં આવી હતી. તેમજ બેકગ્રાઉન્ડમાં ભાઈ કા બર્થ ડે સહિતના ગુજરાતી ગીતો સાંભળવા મળી રહ્યાં છે.
એકંદરે, થોડા તો નહીં જ હોય, ઘણાં નાણાંની લાલચે જેલમાં બર્થ ડે પાર્ટી ઉજવવા દેનાર ખાખીધારીઓ પર તવાઈ આવે તેવો તખ્તો પાર્ટીબાજો દ્વારા ગોઠવાયો છે એવું કહી શકાય.
(આજનો Funrang જોક)
ટાઈગર – પકડું, આજે એક છોકરીએ બસમાં મારી સાથે વાત કરી…
પકડું – અરે વાહ… શું વાત કરી?
ટાઈગર – ઉભા થાવ, આ લેડિઝ સીટ છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz