વિશાલ મિસ્ત્રી રાજપીપળા । ભાજપના ભરૂચ અને છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદો મનસુખ વસાવા અને ગીતા રાઠવાએ હાલમાં ચાલી રહેલા સંસદ સત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસને લગતી અતિ મહત્વની રજુઆત કરી છે.
છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે નેશનલ હાઈવે 1 અંકલેશ્વર, નર્મદા, કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તણખલા અને કવાંટની સાથે મધ્યપ્રદેશના તપોલા, અલીરાજપુર, કૂપરી, સાંધવા, મનાવર, ધરમપુરી સુધી નેશનલ હાઈવે 3 જૂનવાનીયા સુધી જોડી દેવામાં આવે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજે રોજ દેશ વિદેશના હજારો પ્રવાસીઓને પણ સારી સુવિધાઓ મળી રહેશે.
જ્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડોદરાથી કેવડિયા બ્રોડગેજ લાઈન મુંબઈ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે સારી નથી. વેસ્ટર્ન રેલ્વે દ્વારા થોડા વર્ષો પહેલા જ 800 કરોડના ખર્ચે અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ લાઈનમાં પરિવર્તીત કરાઈ હતી. વર્તમાનમાં આ રેલ્વે લાઈનને મુંબઈ, વાપી, સુરત, નવસારી તથા વલસાડ સહિતના સ્ટેશનોથી જોડતા રાજપીપળાથી ફક્ત 15 કિમી નવી રેલ્વે લાઈન બનાવી કેવડિયા સુધી જોડી અને મુંબઈથી કેવડિયા વચ્ચે એક ફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા દેશ વિદેશના પ્રવાસીઓને સારી સુવિધાઓ મળી રહે.
(આજના મનોરંજન ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ આ વિડીયોમાં)
(આજનો Funrang જોક)
પકડું – તને કેવી પત્ની જોઈએ?
ટાઈગર – ચંદ્ર જેવી…
પકડું – રૂપાળી…
ટાઈગર – ના, સાંજ પછી જ દેખાય… આખો દિવસ જોવા જ ના મળે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz