વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે.ભોળા આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા બોગસ તબીબો પર એક વાર પોલીસ કાર્યવાહી થાય તો છે પણ પોલીસ મથક માંથી છુટી પોતાની કરતૂતો પાછી શરૂ કરી દે છે. આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા પોલીસે બોગસ તબીબને પાસામાં ધકેલી દેતા અન્ય બોગસ તબીબમાં ખળભળાટ મચ્યો છે.
તિલકવાડા વિસ્તારના સુભાષચંદ્ર સનાતન મલિક (મૂળ. પશ્ચિમ બંગાળ) દેવલિયા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવી રહ્યો હતો.નર્મદા પોલીસે એ બોગસ તબીબ વિરુદ્ધ અનેક વાર કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. તે છતાં એ એની પ્રવૃત્તિ ન છોડી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.જેથી તિલકવાડા પીએસઆઈ દ્વારા એ બોગસ તબીબ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી. સુભાષચંદ્ર સનાતન મલિકની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી પાસા હેઠળ અટકાયત કરી નડિયાદ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
નર્મદા એલ.સી.બી પીઆઇ એ.એમ.પટેલે બોગસ તબીબને બાતમીના આધારે ઝડપી પાડી નડિયાદ જેલ ખાતે સુપ્રત કરાયો છે. કોઈ બોગસ તબીબને પાસા હેઠળ અટકાયત કરી હોય એવો નર્મદા જિલ્લાના ઈતિહાસનો પહેલો બનાવ છે.
(આજનો Funrang જોક)
પકડું – તને કેવી પત્ની જોઈએ?
ટાઈગર – ચંદ્ર જેવી…
પકડું – રૂપાળી…
ટાઈગર – ના, સાંજ પછી જ દેખાય… આખો દિવસ જોવા જ ના મળે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz