- આદિવાસીઓના ધર્માંતરણ સામે અખિલ ભારતીય સંત સમિતિ મેદાનમાં.
- નર્મદા જિલ્લા હિન્દુ ધર્મ સેનાનાં પ્રમુખ તરીકે સોનજીભાઈ વસાવા તથા જીલ્લા મહામંત્રી તરીકે ધ્રુવ પ્રણવભાઈ પટેલની નિમણુંક.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા | નર્મદા જિલ્લામાં આદિવાસીઓને વિવિધ પ્રલોભન આપી ધર્માંતરણની પ્રવુતિઓ વર્ષોથી ચાલી રહી છે.જેમાં ખાસ કરીને ડેડીયાપાડા સાગબારા તાલુકાઓમાં આ પ્રવૃત્તિ વધુ ચાલે છે. જેથી હિન્દૂ ધર્મ સંસ્કૃતિના રક્ષણ માટે હવે અખિલ ભારતીય સંત સમિતિ મેદાનમા આવી છે.
ડેડીયાપાડા જાનકી આશ્રમ ખાતે અખીલ ભારતીય સંત સમિતિ દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનવાસી 70થી વધુ સંતો હાજર રહ્યા હતા. સંમેલનમાં નર્મદા પ્રેરીત હિંન્દુ ધર્મસેના તૈયાર કરવામાં આવી, જેમાં 200 જેટલા યુવાનોએ હિંદુ ધર્મના રક્ષણની પ્રતિજ્ઞા લીધી તેમનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.
નર્મદા જીલ્લા અધ્યક્ષ પ.પું સીધ્ધેશ્વર સ્વામી દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મસેના ગુજરાતનાં સંરક્ષક માધવપ્રીય સ્વામી તથા અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહી સમગ્ર માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં સમિતિની રચના કરવામાં આવી છે. હિન્દુ ધર્મ સેનાનાં નર્મદા જીલ્લા પ્રમુખ તરીકે સોનજીભાઈ વસાવા (દેડીયાપાડા) ની નીમણુક કરવામાં આવી તથા જીલ્લા મહામંત્રી તરીકે ધ્રુવ પ્રણવભાઈ પટેલ (રાજપીપળા)ની નિમણુક કરવામાં આવી છે.
(આજનો Funrang જોક)
પકડું – તને કેવી પત્ની જોઈએ?
ટાઈગર – ચંદ્ર જેવી…
પકડું – રૂપાળી…
ટાઈગર – ના, સાંજ પછી જ દેખાય… આખો દિવસ જોવા જ ના મળે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz