• પોલીસ આરોપીના દિલ્હીના મકાનમાંથી દેશના અલગ અલગ રાજ્યોની 35 યુનિવર્સીટીના 237 ફેક ડિગ્રી સર્ટિફિકેટ, 510 માર્કશીટો, પ્રિન્ટર, 94 રબર સ્ટેમ્પ તથા અલગ અલગ યુનીવર્સીટી તથા સંસ્થાઓના 37 વેબ સાઈડ ડોમેઈન જપ્ત કર્યા: નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહ
  • બી.એ થી લઈને પીએચડી સુધીની ડીગ્રીના 20 હજારથી લઈને 4 લાખ સુધીનો ભાવ હતો, ગ્રાહક કેવો છે એની પર પણ ભાવ વધ ઘટ થતા હતા: નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહ
  • ફેક ડિગ્રી કૌભાંડમાં ઝડપાયેલી મહિલા આરોપી બેઉલા નંદ રેવ બીસી નંદ ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જીનિયર, ગુગલમાં પણ નોકરી કરી ચુકી છે: નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહ
  • 35 યુનીવર્સીટીઓ પૈકી અમુક યુનીવર્સીટી પાછલી તારીખમાં ડિગ્રી આપે છે જ્યારે પકડાયેલી મહિલા આરોપી સહીત અન્ય લોકો પોતે જ અલગ અલગ યુનીવર્સીટીની ડીગ્રી અને માર્કશીટની પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢતા હતા: નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહ
  • જેને વિદેશ જવું હોય એ જ લોકોને ફેક ડીગ્રી આ લોકો વેંચતા હતા.આ કૌભાંડમાં 31 એજન્ટો સિવાય વધુ લોકોની પણ સંડોવણી હોઈ શકે છે: નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહ
  • આ કૌભાંડની તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરવામાં આવશે, એસ.આઈ.ટી ના અધ્યક્ષ તરીકે કેવડિયા ડી.વાય.એસ.પી વાણી દુધાત જ્યારે ટીમના અન્ય સભ્ય તરીકે એલ.સી.બી પી.આઈ સહિત અન્ય અધિકારીઓને મુકાશે: નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહ
  • ફેક ડિગ્રીઓ જ્યારે યુનિવર્સીટી પર વેરિફિકેશન માટે જા ત્યારે ત્યાંના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ મારફતે આ એજન્ટો ડીગ્રી અને માર્કશીટનું વેરિફિકેશન કરાવી લેતા હતા: નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું આંતરરાજ્ય ઝડપી પાડ્યું છે.નર્મદા એલ.સી.બી પોલીસ ટીમે દિલ્હીથી મહિલા સૂત્રધારને ઝડપી પાડી મોટી માત્રામાં ફેક ડીગ્રી-માર્કશીટ અને અન્ય સાધનો જપ્ત કર્યા છે.નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહે આ મુદ્દે વધુ તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરવાની જાહેરાત કરી છે.રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10/12/2021 ના રોજ બનાવટી ડીગ્રી સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું.

વિગત મુજબ, રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10/12/2021 ના રોજ બનાવટી ડીગ્રી સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ ડીગ્રી સર્ટીફિકેટ અને વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનુ બહાર આવતા રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહની સૂચનાથી આ બાબતની તપાસ માટે નર્મદા જિલ્લા એલ.સી.બી પી આઈ એ.એમ.પટેલ સહીત એમની ટિમ ફેક વેબ સાઈડ બનાવનારની ઓળખ કરી હતી.તપાસ દરમિયાન એ ફેક ડિગ્રી અને વેબસાઈટ દિલ્હીની બેઉલા નંદ રેવ બીસી નંદ (4-એ, નંબર-14, રાજાપુરી રોડ ઉત્તમનગર) હોવાનું બહાર આવ્યું હતું.પોલીસ ટીમે દિલ્હી સ્થિતિ એના મકાનમાં રેડ કરી દેશના અલગ અલગ રાજ્યોની 35 યુનિવર્સીટીના 237 ફેક ડિગ્રી સર્ટિફિકેટ, 510 માર્કશીટો, પ્રિન્ટર, 94 રબર સ્ટેમ્પ તથા અલગ અલગ યુનીવર્સીટી તથા સંસ્થાઓના 37 વેબ સાઈડ ડોમેઈન જપ્ત કર્યા હતા.

નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે આ મામલે જણાવ્યું હતું કે આ ફેક ડીગ્રી કૌભાંડમાં દેશના અલગ અલગ રાજ્યમાં કુલ 31 એજન્ટો સામેલ છે.દેશના હજારો લોકોએ આ ટોળકીઓ પાસેથી ફેક ડીગ્રી-માર્કશીટ લીધી હશે એવું અમારું માનવુ છે.કઈ યુનિવર્સીટી માંથી કઈ ડીગ્રી જોઈએ છે એ મુજબ તેઓ પૈસા લેતા હતા.બી.એ થી લઈને પીએચડી સુધીની ડીગ્રીના 20 હજારથી લઈને 4 લાખ સુધીનો ભાવ હતો, ગ્રાહક કેવો છે એની પર પણ એ લોકો ભાવ વધ ઘટ કરતા હતા.ખાસ કરીને જેને વિદેશ જવું હોય એ જ લોકોને ફેક ડીગ્રી આ લોકો વેંચતા હતા.આ કૌભાંડમાં 31 એજન્ટો સિવાય વધુ લોકોની પણ સંડોવણી હોઈ શકે છે, અમે જુદી જુદી ટીમો બનાવી 31 એજન્ટોની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે.

ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે આ કૌભાંડની વધુ સઘન તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરવામાં આવશે.એસ.આઈ.ટી ના અધ્યક્ષ તરીકે કેવડિયા ડી.વાય.એસ.પી વાણી દુધાત હશે જ્યારે ટીમના અન્ય સભ્ય તરીકે એલ.સી.બી પી.આઈ સહિત અન્ય અધિકારીઓને મુકાશે.આ ફેક ડીગ્રીના વેરિફિકેશન માટે જુદી જુદી યુનીવર્સીટીના કર્મચારીઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે.રાજપીપળાની બિરસા મુંડા યુનીવર્સીટીની ડીગ્રીનો પણ સોદો થયો હતો પરંતુ કોઈ લેવા આવ્યું ન્હોતું.આ 35 યુનીવર્સીટીઓ પૈકી અમુક યુનીવર્સીટી પાછલી તારીખમાં ડિગ્રી આપે છે જ્યારે પકડાયેલી મહિલા આરોપી સહીત અન્ય લોકો પોતે જ અલગ અલગ યુનીવર્સીટીની ડીગ્રી અને માર્કશીટની પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢે છે.આ ફેક ડિગ્રીઓ જ્યારે યુનિવર્સીટી પર વેરિફિકેશન માટે જાય છે ત્યારે ત્યાંના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ મારફતે આ એજન્ટો ડીગ્રી અને માર્કશીટનું વેરિફિકેશન કરાવી લેતા હતા.રાજપીપળાની બિરસા મુંડા યુનીવર્સીટીમાં જો કોઈ એવો કર્મચારી કે અધિકારી હશે એની સામે પણ કાર્યવાહી થશે.

ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં પકડાયેલી મહિલા આરોપી બેઉલા નંદ રેવ બીસી નંદ મૂળ છત્તીસગઢની રેહવાસી છે.ડિપ્લોમા કોમ્પ્યુટરનો અભ્યાસ કર્યો છે, છેલ્લા 10 વર્ષથી એ દિલ્હીમાં રહી અલગ અલગ સંસ્થાઓ અને મોટી મોટી નામાંકિત કંપનીઓમાં નોકરી કરી છે, એણે ગૂગલ જેવી મોટી કંપનીમાં પણ નોકરી કરી છે.પરંતુ 2020 થી એ ફેક ડીગ્રી વેચવાની પ્રવૃતિઓ કરી રહી છે.

(આજનો Funrang જોક)

ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.

ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપો ને…

ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…

ભિખારી – સારું, મારો નંબર રાખો… ખાવાનું બને તો ફોન કરી દેજો…

ટાઈગર – એના કરતાં તું મારો નંબર લખ… અને કંઈક ખાવાનું મળે તો મને ફોન કરજે… લાવ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *