- પોરબંદર નગરપાલિકાએ વેરો નહીં ભરનારને ત્યાં ઢોગ વગાડવાનો પ્રયોગ કર્યો.
- કેટલાંક સ્થળોએ ઢોલ વાગતાં જ શરમ અનુભવતાં લોકોએ વેરો ચુકતે કર્યો.
- રઝા કોમ્પ્લેક્ષનો ફૂટવેરનો વેપારી ઢોલના તાલે નાંચ્યો.
[Mehulkumar Vyas – 9978918796]
પોરબંદર । શરમ શરમાઈ જાય તેવી ઘટના પોરબંદરના એમજી રોડ પર બનવા પામી હતી. નગરપાલિકાનો વેરો ભરતાં ના હોય તેવા લોગોને ત્યાં ઢોલ વગાડી લજવવાનો પાલિકા દ્વારા પ્રયાસ હાથ ધરાયો હતો. જેમાં એમજી રોડ પરના રઝા કોમ્પ્લેક્ષમાં ફૂટવેરની દુકાન ધરાવતાં વેપારીએ શરમ અનુભવવાને બદલે ઢોલના તાલે નાંચીને આનંદ માણ્યો હતો.
છેલ્લાં લાંબા સમયથી પાલિકાનો વેરો ભરતાં ના હોય એવાં લોકોને જગાડવાના આશય સાથે આજે પોરબંદર નગરપાલિકા દ્વાર ઢોલ વગાડવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. મહદંશે પાલિકાનો પ્રયોગ સફળ રહ્યો હતો. અને આજે દસ જેટલાં સ્થળે ઢોલ વગાડાવાયો હતો. બાકીદારને ત્યાં ઢોલ વાગતાં જ શરમના માર્યા લોકોએ વેરો જમા કરાવ્યો હતો.
જોકે, રઝા કોમ્પ્લેક્ષમાં ફૂટવેરનો વેપાર કરતાં વેપારીએ પાલિકાએ ઢોલ વગાડાવતાં શરમ અનુભવવાને બદલે ઉલ્ટાનું નાચવાનું શરૂ કરી દીધું હતું. જેને પગલે પાલિકાના કર્મચારીઓ સહિત આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, વીસ વર્ષનો હતો ત્યારે મને એવાં વિચાર આવતાં કે હું કેવી રીતે દુનિયા બચાવી લઉં..
પકડું – હવે તો તું ચાલીસનો થયો…
ટાઈગર – હવે મને લાગે છે કે મહિને જે કમાઉં છું એમાંથી હું કેવી રીતે બચાવી લઉં…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz