- સ્ટેચ્યુ ઓફ યુનિટીની 75 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે એ આપણા નવનિર્મિત સ્થળનું આકર્ષણ અને સામર્થ્ય છે: પીએમ મોદી
- આવનારા સમયમાં આપણા પ્રયાસથી પર્યટનની સાથે સાથે ભારતની ઓળખને નવી ઊંચાઈ આપશે: પીએમ મોદી
- કેવડિયા જંગલ સફારી પાર્કમાં વાઈલ્ડ રેડ ડોગ, વરુ (વુલ્ફ ) અને જંગલી રીંછ, માદા ગેંડો લાવવામાં આવ્યા
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: પીએમ મોદીએ પોતાના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 મી ઓક્ટોબર 2018 ને દિવસે કેવડિયા ખાતે લોકાર્પણ કર્યું હતું.ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના સ્થાનિક આદિવાસીઓ પોતાની વિવિધ માંગોને લઈને અવાર નવાર આંદોલન કરતા જ આવ્યા છે.તો બીજી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે એ માટે બીજી બાજુ સરકાર કેવડિયા વિસ્તારમાં અન્ય પ્રવાસન સ્થળોનું પણ નિર્માણ કર્યું હતું.એના જ પરિણામ સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધી 75 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું પીએમ મોદીએ ટ્વિટ કરી જાહેર કર્યું છે.પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળ પેહલા ખૂબ ઓછા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 45 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.કોરોનાનો કપરો સમય હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 75 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે એ આપણા નવનિર્મિત સ્થળનું આકર્ષણ અને સામર્થ્ય છે.આવનારા સમયમાં આપણા આવા પ્રયાસ પર્યટનની સાથે સાથે ભારતની ઓળખને નવી ઊંચાઈ આપશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણ લાવવામાં આવ્યા છે.કેવડિયા જંગલ સફારી પાર્કમાં ત્રણ વન્ય પ્રાણીઓની જોડીઓ લાવવામાં આવી છે.જંગલ સફારી પાર્કમાં વાઈલ્ડ રેડ ડોગ, વરુ (વુલ્ફ ) અને જંગલી રીંછ, માદા ગેંડો લાવવામાં આવ્યા છે.આ વન્ય પ્રાણીઓ હાલમાં નાની ઉંમરના છે.તેમની વચ્ચે મેટિંગ થશે અને આગામી દિવસોમાં વસ્તી પણ વધશે.આ પ્રાણીઓને પ્રવાસીઓ માટે હજુ ખુલ્લા મૂકવામાં આવ્યા નથી.આ વન્ય પ્રાણીઓને જ્યાં રાખવાના છે તે પાંજરાઓમાં રંગરોગાન સાથે અન્ય કામગીરી ચાલી રહી છે.આ ત્રણેય પ્રાણીઓ હાલ ખુલ્લા વાતાવરણમાં ફરી રહ્યા છે.
(આજનો Funrang જોક)
ટાઈગર ચાલતો જતો હતો… એમાં એણે જોયું કે એક માણસ ચાવીથી કાન ખંજવાળી રહ્યો હતો. થોડીવાર સુધી ટાઈગરે એને જોયા કર્યો અને પછી બોલ્યો…
ટાઈગર – ભાઈ તમે સ્ટાર્ટ ના થઈ રહ્યા હોવ તો ધક્કો મારી આપું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz