- દાતણ વેચી ગુજરાન ચલાવતાં દેવીપૂજક લાલારામ ભોજવિયા પત્ની સાથે દિલ્હી પહોંચ્યા અને નસીબ જોર કરી ગયું હતું.
- એન્ટિક વસ્તુઓના વેપારમાં સારી એવી કમાણી કરનાર લાલારામે રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવ્યું.
- વૃદ્ધાશ્રમમાં બનાવાયેલા મંદીરમાં પત્ની લલિતાબહેનની પ્રતિમા સ્થાપવામાં આવી છે.
[Mehulkumar Vyas – 9978918796]
સુરેન્દ્રનગર । ‘પ્રેમનો કોઈ ધર્મ નથી હોતો, પ્રેમનો કોઈ સીમાડો નથી હોતો, પ્રેમ અત્યંત પવિત્ર હોય છે અને એટલે પ્રેમનો કોઈ દિવસ નથી હોતો,’ પરંતુ, તેમ છતાં આજના સમયમાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવવાનો ઉમંગ જોવા મળતો હોય છે. પરંતુ, સુરેન્દ્રનગરમાં પત્નીને અનહદ પ્રેમ કરતાં પતિએ પત્નીનું મંદીર બાંધ્યું છે અને એમાં રોજ પૂજા પણ કરે છે.
વર્ષો પહેલાં દાતણ વેચીને ગુજરાન ચલાવતાં દેવીપૂજક લાલારામ ભોજવિયા આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા માટે પત્ની લલિતાબહેનને લઈ દિલ્હી પહોંચ્યા હતાં. ત્યાં એન્ટિક વસ્તુઓના વેપારમાં તેમનું નસીબ ખીલ્યું અને પુષ્કળ નાણાં કમાયાં.
લગભગ પંદરેક વર્ષ અગાઉ 51 વર્ષની ઉંમરે લલિતાબહેનનું બિમારીને કારણે મૃત્યુ નિપજ્યું હતું. તેથી તેમણે પત્નીની યાદમાં કંઈક કરવાનું નક્કી કર્યું હતું. લાલારામે સુરેન્દ્રનગરના દૂધરેજ – ખોડુ રોડ પર નગરા ગામ પાસે 4 એકર જમીન ખરીદી અને ત્યાં રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવ્યું હતું. વૃદ્ધાશ્રમમાં તેમણે પત્નીની યાદમાં મંદીર બનાવ્યું અને પત્ની લલીતાબહેનની પ્રતિમા સ્થાપી હતી.
પત્નીના સ્મરણાર્થે લાલારામે બાંધેલા મંદિરમાં તેઓ નિયમિત પુજા પણ કરતાં હોય છે. હાલ 65 વર્ષિય લાલારામ પરિશ્રમ કરીને વૃદ્ધાશ્રમમાં રહેતાં વૃદ્ધોની રહેવા અને ભોજન વગેરેની સુવિધાઓનું ધ્યાન રાખી રહ્યાં છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ સાચો દોસ્ત કોને કહેવાય?
પકડું – સાચો દોસ્ત, એ હોય જે મદદ કરતાં પહેલાં પેટ ભરીને ગાળો આપે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz