- હાલારી પ્રજાતિની ગધેડીને શણગારી ધાર્મિક રીતી રિવાજ પ્રમાણે પૂજા વિધી કરવામાં આવી.
- હાલારી પ્રજાતિના ગધેડા બચાવવા માટેનો અનોખો પ્રયાસ.
[Mehulkumar Vyas – 9978918796]
ઉપલેટા । આમ જોવા જોઈએ તો હાલના સમયમાં શહેરી વિસ્તારોમાં તો ‘ગધેડાઓ’ કોઈ કામના રહ્યા નથી. વાહનોની સગવડ થવાને કારણે સામાન વેઢારીને જતાં ગધેડાઓ શહેરોમાં તો હવે જોવા જ નથી મળતાં. માનવીઓ ભલે બીજા માનવીઓને તુચ્છકારે ગધેડો કે ગધેડીના કહેતાં હોય છે. તાજેતરમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સરકારી અધિકારીઓને ગધેડીનાઓ કહ્યું હતું એ માત્ર જાણ ખાતર. પણ, આ બધી વિગતોથી અલગ જ પ્રકારનો પ્રાણીપ્રેમ ઉપલેટાના કોલકી ગામે જોવા મળ્યો હતો. જ્યાં હાલારી પ્રજાતિની ગર્ભવતી ગધેડીનો સીમંત સંસ્કાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
કોલકી ગામ ખાતે હાલારી પ્રજાતિની ગધેડીના સીમંત સંસ્કારે લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાવ્યું છે. હાલારી પ્રજાતિના ગધેડાના સંરક્ષણની કામગીરી કરતી ભુજની સહજીવન સંસ્થા દ્વારા કોલકી ગામે ગર્ભિણી ગધેડીનો સીમંત સંસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સીમંત સંસ્કાર માટે ગધેડીને શરીર પર રંગ રોગાન કરી, ચુંદડી ઓઢાડીને શણગારમાં આવી હતી. ગધેડીને સોળ શણગાર તો કરાય નહીં. એટલે શક્ય એવો શણગાર કરી, ધાર્મિક રીતી રિવાજ પ્રમાણે પૂજા વિધી કરવામાં આવી હતી. પ્રંસગમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના મહિલાઓ – પુરુષો ઉમંગભેર જોડાયા હતાં.
મેઘીબહેન ભરવાડના કહેવા પ્રમાણે, સગર્ભા મહિલાની જેમ જ હાલારી પ્રજાતિની ગર્ભિણી ગધેડીની સીમંત વિધી કરવામાં આવી હતી. મહિલાઓએ ગીતો ગાયા હતાં. ખોળો ભરવામાં આવ્યો હતો. માલધારી સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્રના હાલારી પ્રજાતિ ગધેડાની હાલના સમયમાં સંખ્યા માત્ર 439 જ રહી છે. ત્યારે સરકાર દ્વારા હાલારી પ્રજાતિના ગધેડાને બચાવવામાં પ્રયાસો થાય તેવી પણ સ્થાનિકોએ લાગણી વ્યક્ત કરી હતી.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર, તારા લગ્ન કોઈ એકદમ સરખી દેખાતી જોડીયા બહેન સાથે થઈ જાય તો તું તારી પત્નીને કેવી રીતે ઓળખીશ?
ટાઈગર – હું શું કામ ઓળખું???
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz