• વલસાડમાં રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનાર નવદંપત્તિ સહિતના પરિવારજનોની અટકાયત.
  • રાત્રિ કર્ફ્યુ ભંગના મામલે માનવતાં કોરાણે મુકી પોલીસે નવદંપત્તિ સામે કાર્યવાહી કરી હોવાની રાજ્યની પ્રથમ ઘટના.

Mehulkumar Vyas. [9978918796]

વલસાડ । રાજ્યમાં સૌ પ્રથમ એવી ઘટના બની છે જેમાં પોલીસે માનવતાને કોરાણે મુકી નવદંપત્તિ સહિતના પરિવારજનોને રાત્રિ કર્ફ્યુના ભંગ બદલ રાત પોલીસ મથકમાં વિતાવવાની ફરજ પાડી હતી. વરરાજાએ પોલીસે ગેરવર્તન કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકારણીઓ આગળ નતમસ્તક રહેતી પોલીસ દ્વારા સામાન્ય નાગરીકોની જ કાયદાના નામે હેરાનગતિ કરવામાં આવતી હતી.

કોરોના કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરતી પોલીસ મોટેભાગે સારા – નરસાં પ્રસંગમાંથી આવતાં લોકોની સાથે માનવતાના ધોરણે કોઈ કાયદેસરની કાર્યવાહી કરતી હોતી નથી. કેટલાંક પોલીસ કર્મીઓ પોતાનો અહંકાર પોષવા માટે લોકોની હેરાનગતિ કરી હોય એવાં છૂટાછવાયા બનાવો રાજ્યભરમાં બન્યા હતાં. જોકે, રાજ્યમાં પ્રથમવાર લગ્નપ્રસંગમાંથી પરત ઘરે જઈ રહેલાં નવદંપત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

વલસાડ શહેરના પારડી વિસ્તારમાં લગ્ન સમારોહમાંથી પરત ઘરે જઈ રહેલાં નવદંપત્તિ સહિતના પરિવારજનો સામે પોલીસે રાત્રિ કર્ફ્યુ ભંગ અંગેની કાર્યવાહી કરી હતી. જેને પગલે નવદંપત્તિએ સવાર સુધી પોલીસ મથકમાં રહેવું પડ્યું હતું. તમામનો સવારે જામીન પર છુટકારો થયો હતો.

લગ્નની પ્રથમ રાત પોલીસ મથકમાં વિતાવનાર વરરાજા પિયુષ પટેલના જણાવ્યા પ્રમાણે, અમને આવતાં મોડું થઈ ગયું હોવાથી અમે પોલીસની માફી માંગી હતી. પરંતુ, પોલીસે ગેરવર્તણૂંક કરીને અમારી સામે કાર્યવાહી કરી હતી. એક તબક્કે પરીવારજનોએ નવદંપત્તિને જવા દઈ માત્ર તેઓની સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. પરંતુ, પોલીસે કોઈ જ પ્રકારની દલીલ સાંભળી નહોતી.

(આજનો Funrang જોક)

ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.

ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપો ને…

ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…

ભિખારી – સારું, મારો નંબર રાખો… ખાવાનું બને તો ફોન કરી દેજો…

ટાઈગર – એના કરતાં તું મારો નંબર લખ… અને કંઈક ખાવાનું મળે તો મને ફોન કરજે… લાવ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *