- મહેસુલ મંત્રીએ નવો ચીલો ચીતર્યો હોઈ, બીજા મંત્રીઓ પણ રીક્ષા સવારી કરવા માંડશે?
- ધારાસભ્ય યોગેશ પટેલના ગ્રૂપના વડોદરા ક્રેડાઈ પ્રમુખને ‘નાનો માણસ’ કહેનારા મહેસૂલ મંત્રી ‘સામાન્ય માણસ’ બની મિડીયામાં છવાયા!!
[Mehulkumar Vyas – 9978918796]
વલસાડ । રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વલસાડની રજિસ્ટ્રાર ઓફિસમાં રીક્ષામાં એન્ટ્રી પાડીને વટ પાડ્યો હતો. મહેસુલમંત્રીની રીક્ષાસવારીના અંદાજ પર મિડીયા આફરીન પોકારી ઉઠ્યું હતું. જોકે, રજિસ્ટ્રાર ઓફિસનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. સામાન્ય માણસ બનીને મુલાકાતે પહોંચેલા મહેસુલ મંત્રીએ કચેરીના સ્ટાફ અને અરજદારો સાથે વાતચીત કરી તકલીફો અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી.
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલના ગ્રૂપના ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલ દ્વારા ‘વડોદરાના વિકાસ’ બાબતે સોશિયલ મિડીયામાં પોસ્ટ કરતાં હોબાળો મચ્યો હતો. આ મામલે ગુરુવારે મિડીયાને પ્રતિક્રિયા આપતાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, એ (મયંક પટેલ) નાનો માણસ છે. આ સ્ટેટમેન્ટ બાદ અચાનક આજે મહેસુલ મંત્રીને સામાન્ય માણસ બનવાનો વિચાર આવ્યો હતો.
આજે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ રજિસ્ટ્રાર કચેરી પર રીક્ષામાં બેસીને પહોંચ્યા હતાં. મહેસુલ મંત્રી કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચતાં જ ત્યાં હાજર મિડીયા કર્મીઓ દ્વારા વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું હતું. રીક્ષામાંથી ઉતર્યા બાદ મહેસુલ મંત્રીએ જાતે ભાડુ ચુકવ્યું હતું.
સામાન્ય માણસની જેમ રીક્ષામાં ભાડુ ચુકવ્યા બાદ મહેસુલ મંત્રી કચેરીની અંદર ગયા હતાં. તેમણે કચેરીમાં કેવી રીતે વહીવટ થાય છે તેનું ચેકિંગ કર્યું હતું. અધિકારીઓ સહિતના સ્ટાફ સાથે વાતચીત કરવા સાથે મહેસુલ મંત્રીએ કચેરીમાં અરજી કરવા આવેલા લોકોને પુછ્યું હતું કે, ઓફિસમાં કોઈ પૈસા માંગતા હોવ તો જણાવો.. જોકે, એકેય અરજદાર પાસે પૈસા માંગવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું નહીં.
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વલસાડમાં વટ પાડ્યો… ત્યારે એવી પણ ચર્ચા ઉઠી છે કે, આગામી દિવસોમાં અન્ય મંત્રીઓ પણ આવી રીતે રીક્ષામાં વટ પાડવા નિકળશે? તો કેટલાંક લોકોએ રીક્ષા સવારીને મહેસુલ મંત્રીનો પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.
(આજનો Funrang જોક)
પકડું – આ આપણો ટીનો હાથ ધોઈને ટીના પાછળ પડ્યો છે…
ટાઈગર – ટીનાને કહેવું પડશે, એક દિવસ મોં ધોઈને એને જુએ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz