• પાટણના સુજનીપુર ખાતે સેવંતી ભારથી ગૌસ્વામીનો અજાણ્યા કારણોસર આપઘાત.
  • માલગાડી નીચે પડતું મુકનાર સેવંતી ગૌસ્વામીના શરીરના બે ટુકડા થઈ ગયાં.
  • કેટલીક ક્ષણો સુધી ધડમાં જીવ રહ્યો.. સેવંતી ગૌસ્વામીની મરણતોલ ચીસોથી ગમગીની છવાઈ.

[Funrang Editor – Mr.  Mehulkumar Vyas – 9978918796]

પાટણ અગમ્ય કારણોસર 45 વર્ષિય આધેડે માલગાડીની સામે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. માલગાડી ફરી વળવાને કારણે આધેડના શરીરના કમરના ભાગેથી બે ટુકડા થઈ ગયા હતાં. બનાવ અંગે જાણ થતાં પરિવારજનો રેલ્વે ટ્રેક પર દોડી આવ્યા હતાં. જેમાં પિતાના કપાયેલા પગ પકડીને પુત્રએ આક્રંદ કર્યું ત્યારે બીજી તરફ શરીરના બે ટુકડા થવા છતાં કેટલીક ક્ષણો સુધી ધડમાં જીવ બાકી રહ્યો હોવાથી આધેડે પણ મરણતોલ ચીસો પાડી હતી. જેને પગલે ગમગીની છવાઈ ગઈ હતી.

પાટણના સુજનીપુર પાસે આવેલા રેલ્વે ફાટક પાસે શનિવારે એક માલગાડી પસાર થઈ રહી હતી. ત્યારે અજાણ્યા કારણોસર 45 વર્ષિય સેવંતી ભારથી ગૌસ્વામીએ માલગાડીની સામે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. માલગાડીના ચાલકે બનાવને પગલે બ્રેક મારી ટ્રેન રોકી હતી. જોકે, ટ્રેનના ઘણાં તોતિંગ પૈંડા ફરી વળવાને કારણે સેવંતી ગૌસ્વામીના શરીરના બે ટુકડા થઈ ગયા હતાં.

બનાવને પગલે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં. તો બનાવ અંગે જાણ થતાં પરિવારજનો પણ રેલ્વે ફાટક પર દોડી આવ્યા હતાં. સેવંતી ગૌસ્વામીની પુત્રીને લોકોએ નજીક જવા દીધી નહોતી. જ્યારે પુત્ર રેલ્વે ટ્રેક પર કપાયેલા પિતા પાસે પહોંચ્યો હતો. ત્યારે ટ્રેનના નીચેના ભાગને હાથથી પકડી પિતાનું કપાયેલું ધડ મરણતોલ ચીસો પાડી રહ્યું હતું. પિતાની દશા નિહાળી ભાંગી પડેલાં પુત્રએ કપાયેલા પગ પકડીને હૈયાફાટ રૂદન કર્યું હતું. દિકરા – દિકરી સહિતના પરિવારજનોના રૂદનને પગલે ગમગીની છવાઈ ગઈ હતી.

બનાવ અંગે જાણ થતાં દોડી આવેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અને આપઘાતના કારણોની તપાસ હાથ ધરી હતી.

(આજનો Funrang જોક)

અમન – એવું કયું નામ છે જે અંગ્રેજી, હિન્દી અને ગણિત ત્રણેયમાં એક સાથે લખી શકાય?

ચમન – આટલું તો ખબર નથી ભાઈ…

અમન – વિનોદ…. V અંગ્રેજીમાં 9 (નો) ગણિતનો અને દ હિન્દીમાં…. 

(હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા… આ કહેવત કેવી રીતે બની? જાણો બોલકાબાબા પાસે)

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *