- બે જૂથો વચ્ચે મારામારી ને પગલે સામસામે 20થી વધુ લોકો સામે ફરિયાદ
- હોળી પર્વે રંગોત્સવ રમી કરજણ ડેમ બાર ફરીળામાં ન્હાવા જમવાના કાર્યક્રમમાં ઝગડો થતા બે જૂથો વચ્ચે સામસામે મારામારી
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: રાજપીપળાના કાળિયા ભુત ચોકડી પાસેની અંબિકાનગર સોસાયટીના એક ખુલ્લા પ્લોટમાં ધુળેટી પર્વની સંધ્યાકાળે એક રીક્ષા ચાલકની ગળું
દબાવી કરપીણ હત્યા કરાઈ હોવાની એક ઘટના સામે આવી છે.હોળી પર્વે રંગોત્સવ રમી કરજણ ડેમ બાર ફરીળામાં ન્હાવા જમવાના કાર્યક્રમમાં ઝગડો થતા બે જૂથો વચ્ચે સામ સામે આવી મારામારી થઈ હતી, એ ઝઘડાએ એક યુવકનો જીવ ગુમાવ્યો છે.રાજપીપળા પોલીસે 20 થી વધુ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ રાજપીપલા શહેરમાં ધુળેટી પર્વ બાદ સાંજે સંધ્યાકાળે કાળિયાભુત ચોકડી પાસેની અંબિકાનગર સોસાયટીના એક ખુલ્લા પ્લોટમાં અચાનક વડોદરા પાર્સીંગની રીક્ષા આવીને ઉભી રહી અને જેમાંથી જયેશ ગુલાબસિંહ મકવાણા મૃત હાલતમાં મળી આવ્યો હતો.મૃતકનો ભાઈ મહેન્દ્ર મકવાણાએ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો ભાઈ જયેશ પોતે રીક્ષા લઇ ઇકો ગાડી અને અન્ય વાહન લઈને કરજણ બાર ફળીયા ધોધ પર ન્હાવા માટે ગયા હતા.જ્યા ન્હાવા બાબતે મિત્રોમાં અંદરો અંદર બોલાચાલી થઇ, દરમિયાન થયેલી મારામારીમાં પથ્થરમારો કર્યો હતો જેમાં ઇકો ગાડીનો કાચ તોડી નાખ્યો ગાડીમાં ભાગી ગયા હતા.અને બીજા અન્ય લોકો તેના ભાઈ જયેશને રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી હતી.જેમાં શંકાના આધારે રાહુલ રામચંદ્ર કહાર, ધ્રુપાલ ઉર્ફે સત્યમ કમલેશ કહાર, રાહુલ હરિપ્રસાદ કહાર, કલ્પેશ નાનું વસાવા, વિકાસ નાનું વસાવા, યુવરાજ રાજપૂત, કિશાન દિલીપ વસાવા, રોનક મહેન્દ્ર વસાવા મળી કૂલ 8 લોકો સામે હત્યા અને અપહરણનો ગુનો નોંધાવ્યો છે.
જયારે બીજી બાજુ રાજપીપલા સિવિલમાં સારવાર લઇ રહેલા ઈજાગ્રસ્ત રાહુલ રામચંદ્ર કહારે મૃતક જયેશ મકવાણા અને અન્ય 10 થી 15 માણસો સામે ફરિયાદ નોંધાવી છે એ મુજબ તેઓ બધા ધુળેટી રમી કરજણ ડેમ વણઝર બાર જમવાની તૈયારી સાથે ગયા હતા.સાંજના સમયે પાણી છોડશે ઉપર આવો એવું કહેતા ઝગડો થયો હતો અને જયેશ અને તેના માણસોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.આ મારા મારીમાં તમામ લોકોમાં નાશ ભાગ મચી હતી.જયેશ હુમલો કરી રીક્ષા લઈ ભાગવા જતા તેની રીક્ષાનો પીછો કરી રીક્ષા ઝડપી લીધી હતી, જયેશ ભાગી ન જાય એટલા માટે એનું ગળું દબાવી રાખ્યું હતું, એ દરમિયાન એનું મોત નીપજ્યું હતું.
(આજનો Funrang જોક)
અમન – એવું કયું નામ છે જે અંગ્રેજી, હિન્દી અને ગણિત ત્રણેયમાં એક સાથે લખી શકાય?
ચમન – આટલું તો ખબર નથી ભાઈ…
અમન – વિનોદ…. V અંગ્રેજીમાં 9 (નો) ગણિતનો અને દ હિન્દીમાં….
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz