- કચ્છના પાણીના અને ખાસ કરીને નર્મદાના સિંચાઈ અને પીવાના પાણીના મુદ્દે સાતત્યસભર અપાયેલા અહેવાલોના અનુસંધાને આ એવોર્ડ એનાયત કરાયો છે.
- 29 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો એવોર્ડ વિતરણ સમારોહ.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ભુજ । Ministry of Water Resources & Ganga Rejuvenation ભારત સરકાર દ્વારા દર વર્ષે અપાતો National Water Award વર્ષ 2020 માટે પ્રતિષ્ઠિત અખબાર સંદેશની ભુજ આવૃત્તિને મળ્યો છે. તા. 29મી માર્ચ 2022, મંગળવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અન્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરિમા પૂર્ણ અને દબદબાભેર રીતે યોજાયેલા 3rd National Water Award વિતરણ સમારોહમાં એવોર્ડી તરીકે સન્માન મળ્યું. કચ્છના પાણીના અને ખાસ કરીને નર્મદાના સિંચાઈ અને પીવાના પાણીના મુદ્દે સાતત્યસભર અપાયેલા અહેવાલોના અનુસંધાને આ એવોર્ડ એનાયત કરાયો છે. સૌરાષ્ટ્ર કચ્છના તંત્રી જયેશ ઠકરાર તેમજ અહેવાલોની મેરિટના આધારે પસંદગી પામેલા ભુજના સિનિયર પત્રકાર ભાવિન વોરાએ એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર સ્વીકાર્યા હતાં.
(આજનો Funrang જોક)
ચમન – યાર મારે પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને લંડનથી આવેલો મેસેજ મોકલવો છે…
અમન – લંડનથી મેસેજ તને આવ્યો…?
ચમન – હા ભઈ… લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીએ મેસેજ મોકલ્યો છે.
અમન – શું મેસેજ છે?
ચમન – પરીક્ષાર્થી મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા, અને એટલુ યાદ રાખજો કે, બેંકની લોન લેવાના ફોર્મમા બોર્ડના માર્ક્સની કોઈ કૉલમ નથી… All The best…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz