- ગુજરાત-મહારાષ્ટ્રના આદિવાસી સમાજના આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા નર્મદા કલેકટરને રજુઆત કરી
- મહારાષ્ટ્રના આગેવાનોએ ચીમકી આપી કે જો નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નહિ નોંધાય તો ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર રસ્તા રોકો આંદોલન કરીશું
- ગુજરાત સરકાર આદિવાસી સમાજ સાથે છે કે નિલેશ દુબે સાથે એની ચોખવટ કરે: હરેશ વસાવા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
- સરકાર આદિવાસી સમાજની અનદેખી કરી નિલેશ દુબેને છાવરે છે, સરકાર કાયદાને ઘોળીને પી ગઈ છે: હરેશ વસાવા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
- જો અમને ન્યાય નહિ મળે તો આખો આદિવાસી સમાજ રોડ પર ઉતરી પડશે: ડો.પ્રફુલ્લ વસાવા, કેવડિયા બચાઓ આંદોલન સમિતિ
- નર્મદા જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન થાય છે એની માટે વહીવટીતંત્ર અને પોલીસ જવાબદાર: ડો.પ્રફુલ્લ વસાવા, કેવડિયા બચાઓ આંદોલન સમિતિ
- જો આદિવાસીઓ કાયદાની ઉપરવટ જાય તો લાઠીચાર્જ કરાય અને ન્યાય માટે આગળ આવે તો ફરિયાદ લેવાતી નથી: ડો.પ્રફુલ્લ વસાવા, કેવડિયા બચાઓ આંદોલન સમિતિ
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ નાયબ કલેકટર નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરાઈ હતી.દરમિયાન ગુજરાત સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા હતા.નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા બાદ મામલો થાળે પડશે એવી તંત્રની ધારણા ખોટી પડી છે.નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવાની માંગ સાથે કેવડિયા બચાઓ આંદોલન સમિતિના નેજા હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, કેવડિયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા, નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતના મોટી સંખ્યામાં હાજર આદિવાસી આગેવાનોએ નર્મદા કલેકટરને રજુઆત કરી હતી.મહારાષ્ટ્રના આગેવાનોએ ચીમકી આપી હતી કે જો નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નહિ નોંધાય તો ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર રસ્તા રોકો આંદોલન કરીશું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આદિવાસી સમાજ સાથે છે કે નિલેશ દુબે સાથે એની ચોખવટ કરે.સરકાર આદિવાસી સમાજની અનદેખી કરી નિલેશ દુબેને છાવરે છે, સરકાર કાયદાને ઘોળીને પી ગઈ છે.જ્યારે ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહિ મળે તો આખો આદિવાસી સમાજ રોડ પર ઉતરી પડશે.નર્મદા જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન થાય છે એની માટે વહીવટીતંત્ર અને પોલીસ જવાબદાર છે.જો આદિવાસીઓ કાયદાની ઉપરવટ જાય તો લાઠીચાર્જ કરાય અને ન્યાય માટે આગળ આવે તો ફરિયાદ લેવાતી નથી.રાજ વસાવાએ જણાવ્યું હતું કે નિલેશ દુબે વિરુદ્ધ ફરિયાદ દાખલ ન કરવા પોલીસ પર દબાણ છે, સાબિતી હોવા છતાં કેમ ફરિયાદ નોંધાતી નથી.
કેવડિયા બચાઓ આંદોલન સમિતિના કાર્યકરોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નિલેશ દુબે અગાઉ અનેક વાર આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં બોલી ચુક્યા છે.જો કોઈ ઉપર રજુઆત કરવાનું કહે તો નોકરી માંથી કાઢી મુકવાની ધમકીઓ પણ તેઓ આપતા હતા.અન્ય સમાજ કરતા આદિવાસીઓને ઓછો પગાર આપી અને પોતાના હોદ્દા કરતા 5 ગણું વધારે કામ કરાવાય છે અને અમારું શોષણ કરતા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટીની રોડની સાઈડમાં જો કોઈ આદિવાસી વસ્તુ વેચાણ કરવા બેઠો હોય તો પોલીસ હેરાન કરે છે.નિલેશ દુબે જેવા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીને કોણ સપોર્ટ કરે છે?? નિલેશ દુબે વિરુદ્ધ તાત્કાલિક એટ્રોસીટીનો કેસ દાખલ નહિ કરાય તો અન્ય અધિકારીઓ પણ આવું કૃત્ય કરશે અને કાયદો નબળો પડશે, નિલેશ દુબે વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ નથી કરાઈ એ દુઃખદ બાબત છે.
(આજનો Funrang જોક)
અમન – તકલીફ કોને કહેવાય?
ચમન – જેને સમજો એને….
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz