- દેશની શાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ નજીક આવેલા અમુલ પાર્લરમામાં રૂ. 20ની કિંમતના આઈસ્ક્રિમ માટે રૂ. 50 પડાવાતાં હોવાનો સુરતના શિક્ષકનો આક્ષેપ.
- આઈસ્ક્રિમના કપ પર અમુલનો માર્કો – વજન – કિંમત હોવી જોઈએ, એની જગ્યાએ નંબર લખેલા કપમાં વેચાણ કરવામાં આવે છે.
- ‘અમે ગુજરાતી છીએ એટલે ઉલ્લુ નહિ બનાવવાના, બહારથી આવો છો ઉપરથી દાદાગીરી કરો છો’ સુરતના શિક્ષક.
- સુરતના શિક્ષકે કર્મચારી પાસે ગુમાસ્તાધારાનું લાઇસન્સ માંગ્યું તો કર્મચારી ગલ્લા તલ્લા કરવા લાગ્યો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે 2 એપ્રિલના રોજ સુરતની સ્નેહી જીવન ભારતી શાળાના અનન્યભાઈ વિક્રાંત નામના શિક્ષકે સ્ટેચ્યુ ઓફ યુનિટી અડીને આવેલા અમુલ પાર્લરમાં નિયમ કરતા વધુ ભાવ લેવાતો હોવાના આક્ષેપ સાથે કર્મચારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. સુરતના પ્રવાસીએ આક્ષેપ લગાવ્યો હતો કે આ પાર્લરમાં પ્રવાસીઓને લૂંટવામાં આવે છે.
સુરતની સ્નેહી જીવન ભારતી શાળાના શિક્ષક અનન્યભાઈ વિક્રાંત મિત્રો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન નજીકના અમુલ પાર્લરમાં તેઓ આઈસ્ક્રીમ લેવા ગયા, એમણે આઈસ્ક્રીમનો ભાવ વધારે અને વજન ઓછું લાગતા અમુલ પાર્લરના કર્મચારી પાસે પ્રાઈઝ લિસ્ટ માંગ્યું ત્યારે કર્મચારીએ કહ્યું હું કોઈ પ્રાઈઝ લિસ્ટ નહિ બતાવું તમે મારા સાહેબ નથી. કર્મચારીની એ વાત પર શિક્ષક ગુસ્સે ભરાયા અને દુકાનમાલિકનું નામ અને ગુમાસ્તા ધારાના લાયસન્સની માંગણી કરી. એ પણ ન બતાવતા તેઓએ અમુલ પાર્લરના કર્મચારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. ઉધડો લેતા જણાવ્યું કે ગુજરાતમાં રહી ધંધો કરો છો તો ગુજરાતી બોલતા શીખી જાવ, અમે ગુજરાતી છીએ એટલે અમને ઉલ્લુ નહિ બનાવવાના, બહારથી આવો છો ઉપરથી અમારી સાથે દાદાગીરી કરો છો.
સુરતના પ્રવાસીએ જાહેરમાં આક્ષેપ લગાવ્યા હતા કે દેશની શાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ અડીને આવેલા અમુલ પાર્લરમાં માફિયાગીરી થઈ રહી છે. અહીંયા 20 રૂપિયાનો આઈસ્ક્રીમ 50 માં વેચાય છે. આઈસ્ક્રીમના કપ પર અમુલનો માર્કો – વજન – કિંમત હોવી જોઈએ એની જગ્યાએ બે નંબરના કપમાં આઈસ્ક્રીમ વેચે છે. એમણે માંગ કરી હતી કે આ પાર્લર પર ગુજરાતીમાં પ્રાઈઝ લિસ્ટ હોવું જોઈએ, ગુજરાતી જાણકાર કર્મચારીની ભરતી થવી જોઈએ અને જો તેઓ જી.એસ.ટી ના નિયમોનું પાલન ન કરતા હોય તો એમને નિયમ મુજબ દંડ થવો જોઈએ.
(આજનો Funrang જોક)
અમન – યાર આજે કોઈ મુર્ખતાવાળી વાત નથી કરવી…
ચમન – કેમ ભઈ?
અમન – કોઈને મુરખ સમજવાની મુર્ખતા આપણે શું કામ કરવાની?
ચમન – એટલે તું મને…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz