- SOU નાયબ કલેકટર દુબેને જેલમાં ધકેલો બાકી ગુજરાતમાં આંદોલન થશે: હરેશ વસાવા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી.
- SOU ના નાયબ કલેકટર નિલેશ દુબેનો CISF ના અધિકારી સાથે આદિવાસી વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ.
- SOU ના નાયબ કલેકટર નિલેશ દુબેનું કોંગ્રેસે પૂતળા દહન કર્યું, ભાજપે આવેદનપત્ર આપ્યું, આવતી કાલે કેવડિયા બંધનું એલાન.
- SOU ના નાયબ કલેકટર દુબે વિરુદ્ધ એટ્રોસીટી મુજબ ફરિયાદ નોંધો, નિલેશ દુબે આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગે: હરેશ વસાવા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી.
- સરકાર નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી નહિ કરે તો અમે એમ સમજીશું કે તેઓ આદિવાસીઓ વિરુદ્ધ સરકારની જ ભાષા બોલે છે: હરેશ વસાવા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી.
- દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધી ફરજ પરથી બરતરફ નહિ કરાય તો આદિવાસી સમાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે: નર્મદા ભાજપ.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેનો સી.આઈ.એસ.એફ ના અધિકારી સાથે આદિવાસી વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. કોંગ્રેસે નિલેશ દુબેનું પૂતળા દહન જ્યારે ભાજપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તો બીજી બાજુ કેવડિયા બચાવો આંદોલન સમિતિએ કેવડિયા બંધનું એલાન આપ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાની આગેવાનીમાં કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના કાર્યકરોએ રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેના પૂતળાનું દહન કર્યું હતું. હરેશ વસાવાએ જણાવ્યું હતું કે નિલેશ દુબેએ આખા આદિવાસી સમાજનું અપમાન કર્યું છે, તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કામ કરતા આદિવાસી સમાજના કર્મચારીઓને પણ હેરાન કરે છે. સરકાર નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધે અને નિલેશ દુબે આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગે, સરકાર દુબેને જેલમાં ધકેલો એવી અમારી માંગ છે. જો સરકાર નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી નહિ કરે તો અમે સમજીશું કે નિલેશ દુબે આદિવાસી વિરુદ્ધ સરકારની જ ભાષા બોલે છે. જો કડક કાર્યવાહી નહિ થાય તો આખા ગુજરાતમાં અમે જલદ આંદોલન કરીશું.
તો બીજી બાજુ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ તડવી, ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ તડવી, કિસાન મોરચાના મંત્રી પરેશ તડવી સહિતના ભાજપ આગેવાનોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી વિરોધી નીલેશ દુબેના ઓડિયોથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી જો ફરજ પરથી બરતરફ કરવામાં નહિ આવે તો આદિવાસી સમાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે.
ઓડિયો કલીપ એડિટ કરી વાયરલ કરી: નિલેશ દુબે, નાયબ કલેકટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી
નિલેશ દુબેએ જણાવ્યું હતું કે અધુરો ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે, પૂરેપૂરો ઓડીયો બહાર આવે તો સત્યતા સામે આવે. મારી ભાવના કોઈ એક જાતિ માટે ન્હોતી કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું. કેટલાક વિધ્નસંતોષીઓ સમાજને ગેરમાર્ગે દોરવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર મારે પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને લંડનથી આવેલો મેસેજ મોકલવો છે…
અમન – લંડનથી મેસેજ તને આવ્યો…?
ચમન – હા ભઈ… લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીએ મેસેજ મોકલ્યો છે.
અમન – શું મેસેજ છે?
ચમન – પરીક્ષાર્થી મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા, અને એટલુ યાદ રાખજો કે, બેંકની લોન લેવાના ફોર્મમા બોર્ડના માર્ક્સની કોઈ કૉલમ નથી… All The best…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz